Site icon Revoi.in

Disney+ Hotstar એ બનાવ્યો રેકોર્ડ, ભારત-પાક મેચથી પણ વઘુ ગઈકાલની મેચ જોવામાં આવી

Social Share

દિલ્હીઃ- ભારત અને પાકિસ્તાનની જ્યારે વરહ્લ્ડ કપની મેચ હોય છે ત્યારે કરોડો દર્શકો લાીવ જોતા હોય છે ખાસ રીતે આ દિવસે લોકો મેચમાં ઊંડો રસ લે છે જો કે ગઈકાલે ભારત પાકિસ્તાન નગહી પરંતુ ન્યુઝિલેન્ડ અને ભારતની મેચ હોવા છત્તા કરોજો દર્શકોએ આ મેચ લાઈવ નિહાળી હતી અને ભારત પાકિસ્તાનની મેચ કરતા પણ વઘુ રસ દાખવ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વિતેલા દિવસે આ મેચે હોસ્ટાર પર રેકોર્ડ બનાવ્યો હતો.ગઈકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની 21મી મેચમાં ટીમ ઈન્ડિયાએ 4 વિકેટે જીત મેળવી છે. આ વખતે ડિઝની પ્લસ હોટસ્ટાર આઇસીસી વર્લ્ડ કપનું ડિજિટલી પ્રસારણ કરી રહ્યું છે. ગઈકાલે કંપનીએ નવો વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો હતો.

 ગઈકાલની મેચની છેલ્લી થોડી ક્ષણોમાં Disney+ Hotstar પર 43 મિલિયન  દર્શકો એક સાથે મેચ નિહાળી રહ્યા હતા. એટલે કે ગઈ કાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ 4.3 કરોડ લોકો જોઈ રહ્યા હતા. આ વૈશ્વિક વ્યુઅરશિપનો નવો રેકોર્ડ છે

પ્રાપ્ત જાણકારી અનુસાર શરૂઆતમાં જ્યારે ભારતની વિકેટો પડી ત્યારે એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા મેચ હારી જશે, પરંતુ જેમ જેમ વિરાટ કોહલી ક્રિઝ પર મજબૂત બનતો ગયો તેમ તેમ મેચનો ઉત્સાહ વધ્યો અને અંતમાં મેચ જોનાકા દર્શકોનો આંકડો પણ વધ્યો.

આ લાસ્ટ મુવમેન્ટમાં ડિઝની પ્લસ હોટસ્ટારે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.  અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અથવા લીગ ક્રિકેટના ઈતિહાસમાં કોઈપણ મેચમાં સૌથી વધુ ટોચની સહવર્તી દર્શકોની સંખ્યા 3.5 કરોડ એટલે કે 35 મિલિયન હતી. આ રેકોર્ડ પણ ડિઝની પ્લસ હોટસ્ટારે થોડા દિવસો પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં બનાવ્યો હતો.

અગાઉ Jio સિનેમાએ IPL દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ગુજરાત વચ્ચે 35 મિલિયન રૂપિયાનો રેકોર્ડ બનાવ્યો હતો. Disney+ Hotstar એ ગઈકાલની મેચમાં 4.3 કરોડ દર્શકો સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે.