ભાવનગર: જિલ્લાના વલ્લભીપુર તાલુકા મથક હોવાથી સરકારી હોસ્પિટલ આવેલી છે. પરંતુ તંત્રની બેદકારીને લીધે હોસ્પિટલના હાલત જર્જરિત બની છે. તેથી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પતરાના શેડ ઊભા કરીને હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. વલ્લભીપુર તાલુકાના 40 ગામના લોકો સારવાર માટે આ હોસ્પિટલમાં રોજબરોજ આવે છે. દર્દીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. પતરાના શેડ નીચે ચાલતી હોસ્પિટલમાં પૂરતી સારવાર ન મળતાં તેમને ભાવનગર ખસેડવા પડે છે. ત્યારે નવી હોસ્પિટલ બિલ્ડિંગના નિર્માણું કામ પૂરજોશમાં હાથ ધરવામાં આવે તેવી લોકમાગણી ઉઠી છે.
વલ્લભીપુર તાલુકામાં સબળ રાજકીય નેતાગીરી ન હોવાથી તાલુકાને અન્યાય થઈ રહ્યો છે. તાલુકો આજેપણ અનેક સુવિધાથી વંચિત રહ્યો છે. જેમાં વલ્લીભીપુરમાં આવેલી સરકારી હોસ્પિટલ જર્જરિત બનતા દર્દીઓની સુરક્ષા માટે હાલ હોસ્પિટલને ખાલી કરી દેવામાં આવી છે. અને તંત્ર દ્વારા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પતરાના શેડ નીચે હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. વલ્લભીપુરમાં 40થી વધુ ગામડાઓ આવેલા છે. જેના હજારો દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે. પરંતુ પતરાના શેડ નીચે ચાલતી હોસ્પિટલમાં પૂરતી સારવાર ન મળતાં તેમને ભાવનગર ખસેડવા પડી રહ્યા છે. હાલ તો શિયાળો ચાલુ છે. પરંતુ ઉનાળાની ગરમીમાં પતરા તપશે તો દર્દીઓની હાલત કેવી થશે તે વિચાર જ ચિંતા વધારનારો છે. આથી વલ્લભીપુરમાં નવી હોસ્પિટલ બિલ્ડિંગના નિર્માણું કામ પૂરજોશમાં હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે.
વલ્લાભીપુરના નાગરિકાના કહેવા મુજબ સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગ જર્જરિત હોવાથી મામલતદારની સુચનાથી દર્દીઓની સુરક્ષા માટે હાલ તેને ખાલી કરી દેવાયું છે. તેમજ હોસ્પિટલનું તમામ સારવાર સહિતની કામગીરી હાલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં બનાવવામાં આવેલા પતરાના શેડમાં ચાલી રહી છે. તાલુકામાં 40થી વધુ ગામો આવેલા છે, જેના હજારો દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. તેમજ અમરેલી અને ભાવનગર જિલ્લાના હજારો વાહનો વલભીપુર થઈને પસાર થતા હોય અકસ્માતો સર્જાય ત્યારે દર્દીઓને પૂરતી સુવિધા પણ મળતી નથી, જેના કારણે દર્દીઓ ભાવનગર રીફર કરવા પડે છે. ત્યારે નવી હોસ્પિટલ બિલ્ડીંગ બનાવવાની કામગીરી ઝડપથી હાથ ધરાય તેવી લોકોની પણ માંગ છે.