તારક મહેતા સીરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીનો જન્મદિવસ, વાંચો તેમના જીવનના સંઘર્ષ વિશે
આજે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો જન્મદિવસ
તારક મહેતા સીરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવીને મળી નામના
આજે લાખો દર્શકોના દિલ પર કરે છે રાજ
અમદાવાદ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સીરિયલમાં જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોશીનો આજે જન્મ દિવસ છે. તેનો જન્મ 26-MAY–1968માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો. આજે તેઓએ જેઠાલાલનું પાત્ર ભજવીને કરોડો દર્શકોના દિલમાં પોતાનું સ્થાન મેળવ્યુ છે. તે વાતમાં કોઈ શંકા નથી કે તારક મહેતા સીરિયલને જો આખો દિવસ જોવામાં આવે તો પણ કંટાળો આવે નહી અને કારણ છે કે તેમાં દરેક કલાકાર એ રીતે કામ કરે છે.
જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે જેમાં હમ આપકે હૈ કોન, ફિર ભી દિલ હે હિન્દુસ્તાની, મેને પ્યાર કિયા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. પણ ખરી સફળતા તેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલથી મળી.
જો વાત કરવામાં આવે તેમના કેરિયર વિશેની તો તેમણે આવી નાની-મોટી સીરિયલમાં પણ કામ કર્યું છે. દિલીપ જોશીએ દો ઓર દો પાંચ, કોરો કાગઝ જેવી સીરિયલમાં કામ કર્યું છે.
સલમાન ખાનની મેને પ્યાર કિયા ફિલ્મમાં તેમણે એક નોકરનો રોલ પ્લે કર્યો હતો. આ પાત્રને ફિલ્મમાં એટલી સ્ટ્રોગ રીતે રજૂ કરવામાં નથી આવ્યું પણ તેમની એક્ટિંગના કારણે તેમની ઘણી પ્રસંશા થઈ હતી. આ ઉપરાંત હમ આપકે હે કોન ફિલ્મમાં માધુરીના ભાઈ ભોલાપ્રસાદ તરીકે પણ તેમણે કામ કર્યું છે