Site icon Revoi.in

ફાર્મસી કોલેજોમાં હવે મેરીટને આધારે ખાલી બેઠકો પર સીધો પ્રવેશ 31મી ડિસેમ્બર સુધી અપાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં  ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ માટેના બે રાઉન્ડ પૂર્ણ થયા બાદ  વધુ 18 કોલેજોને મંજૂરી આપવામાં આવતા નવી 1500 બેઠક વધી છે. એસીપીસી દ્વારા સરકારી કોટાની 960 બેઠકો માટે વધુ એક રાઉન્ડ જાહેર કર્યો હતો જેમાં કુલ 800 ઉમેદવારો એ એડમિશન માટે મંજૂરી આપી હતી આ મંજૂરી આપનાર પૈકી 371 વિદ્યાર્થીઓને પસંદગીની કોલેજ પ્રાપ્ત થતા તેમના પ્રવેશ ફાઈનલ થયા છે. હવે ખાલી રહેલી બેઠક પર 31 ડિસેમ્બર સુધી કોલેજો મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડિગ્રી તથા ડિપ્લોમા ફાર્મસી ના અભ્યાસક્રમમાં પ્રવેશ માટેની બીજા રાઉન્ડની કાર્યવાહી ગત તારીખ 30 નવેમ્બરના રોજ પૂર્ણ કરવામાં આવી હતી અને પછી ખાલી રહેલી બેઠકો પર જે તે કોલેજોને બેઠકો ભરવા માટેનો કાર્યક્રમ પણ યોજાયો હતો હવે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યમાં 18 જેટલી નવી કોલેજોને બેઠકો આપવામાં આવી છે જેથી આ બેઠકોમાંથી સરકારી કોટાની 50 ટકા પ્રમાણેની બેઠકનો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો અને ગત તારીખ 23 ડિસેમ્બરે 371 વિદ્યાર્થીઓના પ્રવેશ સાથે રાઉન્ડ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો હવે હવે ખાલી રહેલી બેઠક પર 31 ડિસેમ્બર સુધી કોલેજો મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફાર્મસી ડિગ્રી-ડિપ્લોમાંના અભ્યાસક્રમોમાં આ વર્ષે પણ બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે. ખાનગી કોલેજોના સંચાલકો બેઠકો ભરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. કોલેજના સંચાલકોને મેરીટના આધારે સીધી બેઠકો ભરવા માટે જણાવાયું છે.