1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે અમદાવાદથી 27 પ્રવાસન સ્થળો માટે સીધી ફ્લાઈટ્સ શરૂ કરાશે
ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે અમદાવાદથી 27 પ્રવાસન સ્થળો માટે સીધી ફ્લાઈટ્સ શરૂ કરાશે

ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે અમદાવાદથી 27 પ્રવાસન સ્થળો માટે સીધી ફ્લાઈટ્સ શરૂ કરાશે

0
Social Share

અમદાવાદઃ દેશમાં ફરવાના સૌથી વધુ શોખીનમાં ગુજરાતીઓ પ્રથમ ગણાય છે. દેશના કોઈપણ પર્યટન કે ધાર્મિક સ્થળોએ સૌથી વધુ ગુજરાતીઓ જોવા મળતા હોય છે. હવે ઉનાળુ વેકેશનમાં ગરમીથી રાહત માટે હિલ સ્ટેશન પર જવાનો ક્રેઝ થોડા સમયમાં વધ્યો છે. ત્યારે અમદાવાદથી દેશના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આપને 27થી વધુ પર્યટન સ્થળો સાથે જોડી રહ્યું છે. આ ટૂરીસ્ટ ડેસ્ટીનેશન્સમાં પર્વતો, બીચ, હેરિટેજ, સ્માર્ટ સિટીઝ વગેરેનો સમાવેશ થાય છે.

કોરોના કાળમાં બે વર્ષ લોકો ફરવા માટે જઈ શક્યા નહતા. હવે કોરોનાનો કપરો કાળ પૂર્ણ થતાં લોકો મનપસંદ સ્થળોની વધુમાં વધુ મુલાકાત લઈ શકે તે માટે અમદાવાદના એરપોર્ટના  રન-વેનું કામ નિર્ધારિત સમય કરતાં 45 દિવસ વહેલા પૂર્ણ કરાતા  હવે પ્રવાસન માટે વધુ ફ્લાઈટ્સનું આવાગમન થઈ શકશે. પ્રવાસીઓની સુવિધા માટે અમદાવાદના એરપોર્ટે દેશના દુર્ગમ અને જોવાલાયક સ્થળો સુધી પહોંચવા તેમજ એક સ્થળેથી બીજાને જોડતી ફ્લાઈટ્સની કનેક્ટીવિટી વધારી છે. આ સુવિધાથી લોકો મનપસંદ ડેસ્ટીનેશનના પ્રવાસ સાથે ઉત્તમ હવાઈ સફરનો લાભ લઈ શકશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના SVPI એરપોર્ટથી દેશના પ્રવાસન સ્થળો, પર્વતીય સ્થળોને જોડતી વિવિધ ફ્લાઈટ્સ શરૂ થઈ રહી છે. દાર્જિલિંગ, ચાલસા, સિલિગુડી, ગુવાહાટી અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવા અન્ય સ્થળોનો પ્રવાસ કરવા હવે અમદાવાદથી ડાયરેક્ટ ફ્લાઇટમાં શરૂ થશે. દેશના પૂર્વોત્તર રાજ્યોની યાત્રા માટે પટનાથી ગુવાહાટી સુધી અઠવાડિયામાં 6 દિવસ સીધી ફ્લાઈટ પણ ઉપલબ્ધ છે. ઉત્તરના રાજ્યો હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ઉનાળુ વેકેશન ગાળવા માંગતા મુસાફરોને SVPI એરપોર્ટ પરથી સાનુકૂળ કનેક્ટીવીટી મળી રહેશે. અમદાવાદ એરપોર્ટથી દહેરાદૂન સુધીની દૈનિક અને સીધી ફ્લાઇટ મુસાફરોને માલસી ડીયર પાર્ક, મસૂરી, ઉત્તરાખંડ અને ચારધામ યાત્રા (યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ) કરવામાં પણ મદદ કરશે. એટલું જ નહી, દેહરાદૂન એરપોર્ટથી માત્ર 45 કિમી દૂર ઋષિકેશ ખાતે ગંગાની ગોદમાં આધ્યાત્મિક અનૂભૂતિની પણ કરી શકાશે. ધર્મશાલા અને શ્રીનગર જેવા સ્થળો માટે પણ ન્યૂનતમ સ્ટોપ અવર સાથે સાનુકૂળ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદ એરપોર્ટથી મેંગલોર અને ત્રિવેન્દ્રમ માટે દૈનિક વન-સ્ટોપ ફ્લાઈટ છે. વેકેશન ગાળવા માટે કુર્ગ, કુદ્રેમુખ અને વાયનાડ જેવા સ્થળો પરફેક્ટ ડેસ્ટિનેશન છે. ત્રિવેન્દ્રમ એરપોર્ટથી કોવલમ બીચ કે કન્યાકુમારીની મુસાફરી પણ કરી શકો છો. વળી ભારતના મનપસંદ બીચ ડેસ્ટિનેશન ગોવા માટે દરરોજની સીધી નોનસ્ટોપ ફ્લાઈટ્સ ઉડાન ભરશે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code