અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારમાં હોર્ડિંગ લગાવવામાં આવ્યાં છે, દરમિયાન કેટલાક હોર્ડિંગ જોખમી ફરિયાદો ઉઠી છે. દરમિયાન જોખમી હોર્ડિંગ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. સમગ્ર મામલે હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. તેમજ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમીશનરને શહેરમાં રહેલા હોર્ડીંગ મુદ્દે ગભીર રીતે ધ્યાન આપવા માટે હુકમ કર્યો છે. જેથી શહેરમાં જોખમી હોર્ડિંગ દૂર કરવામાં આવે તેવી શકયતા છે.
અમદાવાદ શહેરમાં લાગેલા આડેધડ હોર્ડીંગ મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે જે અંતર્ગત અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમીશનરને શહેરમાં રહેલા હોર્ડીંગ મુદ્દે ગભીર રીતે ધ્યાન આપવા માટે હુકમ કર્યો છે આજે હાથ ધરાયેલી સુનાવણીમાં અમદાવાદ મહાનગર પાલિકાએ કોર્ટમાં કહ્યું કે, શહેરમાં રહેલા હોર્ડીંગની સ્ટેબિલિટીથી લઇ સ્ટ્રક્ચરની તપાસ અમારા દ્વારા કરવામાં આવી છે જે ગેરકાયદે હોર્ડીગ હતા તેને કાઢવામાં આવ્યા અને જે બાકી છે તેને પણ હટાવવામાં આવશે.
જે અંગે હાઇકોર્ટે કહ્યુ કે મુંબઈની ઘટનાથી અમે ચિંતિત છીએ અમદાવાદ મહાનગર પાલિકા 3 અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરો કે અમદાવાદ શહેરમાં શું પરિસ્થિતિ છે ચોમાસામાં જો આ જોખમી હોર્ડીગ પડી જાય તો અનેક લોકોના જીવને જોખમ થઇ શકે સામાન્ય લોકોના જીવને જોખમ હોય તેવા તમામ હોર્ડીગ પણ હટાવી લેવા હાઇકોર્ટનો હુકમ છે. શહેરમાં ઇન્સ્પેકશન કરી 3 અઠવાડિયામાં એસ્ટેટ વિભાગના અધિકારીને રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે આ અંગે આગામી તા. 2 ઓગસ્ટના રોજ વધારે સુનાવણી હાથ ધરવામાં આવશે.