અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર અશક્ત પ્રવાસીઓને મળશે રાહત, બે એસ્કેલેટર કાર્યરત કરાયાં
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે, તેમજ રેલવે સ્ટેશનથી હજારો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. હાલ પ્લેટફોર્મ 1 અને 2 તરફ જવા માટે પ્રવાસીઓ માટે એસ્કેલેટર કાર્યરત છે. પરંતુ હવે 8 અને 9 પર જવા માગતા પ્રવાસીઓને પણ રાહત મળશે. રેલવેના યાત્રીઓ માટે બે એસ્કેલેટર કાર્યરત કરવામાં આવ્યાં છે. જેનું અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગ્રે સાંસદ ડો.કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશન અગ્રણી સ્ટેશન છે. જેના પ્લેટફોર્મ નંબર 8/9 પર 0.75 કરોડ. રૂ.ના ખર્ચે બે એસ્કેલેટર લગાવવામાં આવ્યા છે. જેનો ઉપયોગ પ્રતિ કલાક 6000 યાત્રીઓ કરી શકશે. ખાસ કરીને વિકલાંગ અને વૃદ્ધો માટે ખુબજ ઉપયોગી થશે. રેલવે સુવિધાઓ વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોની પ્રશંસા કરી. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્રવાસીઓને વધારે સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યાં છે.