Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલવા માટે મહાવિકાસ અઘાડી સરકારમાં મતભેદ

Social Share

મુંબઈઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં અલ્હાબાદ સહિતના શહેરના નામ બદલવામાં આવ્યાં છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઔરંગાબાદનું નામ બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમજ શિવસેના પણ શહેરનું નામ બદલીને સંભાજીનગર કરવા માંગે છે. જો કે, ઔરંગાબાદ શહેરનું નામ બદલવાના મુદ્દે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારની અંદર જ મતભેદ ઉભા થયાં છે.

હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની મહાવિકાસ અઘાડી સરકાર છે. દરમિયાન તાજેતરમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આ અંગેનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. જો કે, કોંગ્રેસ દ્વારા શહેરના નામ બદલા ઉપર વિરોધ વ્યક્ત કર્યો છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને કોંગ્રેસ નેતા બાલા સાહેબ થોરાટે જણાવ્યું હતું કે, મહાઅઘાડી સરકારનું ગઠબંધન એક કોમન મિનિમમ પ્રોગ્રામના આધાર પર થયું છે. આપણા બધા નિર્ણયો આ પ્રોગ્રામના આધાર પર થવા જોઇએ. ઔરંગાબાદનું નામ બદલવાનો હાલ કોઇપણ પ્રસ્તાવ અઘાડીના પક્ષની વચ્ચે નથી અને જો આવો કોઇ પ્રસ્તાવ આવે છે તો તેનો વિરોધ પણ કરીશું. મહારાષ્ટ્રમાં સરકારનો કોઇ નિર્ણય મહાઅઘાડીના કોમન મિનિમમ પ્રોગ્રામથી હટીને થશે નહીં.