વર્લ્ડ કપ મેચમાં ક્રિકેટર શુભમન ગિલનું મેદાનમાં રમવા ઉતરવું બન્યું મુશ્કેલ, જાણો શું છે કારણ
દિલ્હીઃ- 5 ઓક્ટબરને વિતેલા દિવસથી અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમામં વર્લ્ડ કપનો આરંભ થી ચૂક્યો છે પ્રથમ દિવસે ઈન્ગલેન્ડ અને ન્યુઝિલેન્ડ સામસામે ટકારાયું હતું ત્યારે હવે ભારતીય ક્રિકેટ ટીમને લઈને એક નિરાશા જનક સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્લ્ડકપમાં ભારત મેચ રમે તે પહેલા જ ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. ફોર્મમાં ચાલી રહેલા શુભમન ગિલની તબિયત લથડતા ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની શરૂઆતની મેચ પહેલા ભારતીય ટીમની ચિંતા વધી ગઈ છે અને રવિવારની મેચમાં બેટ્સમેનને રમવું મુશ્કેલ ગણાય રહ્યું છે.
વઘુ વિતગ અનુસાર ગિલ આઉટ થવાના કિસ્સામાં, ઇશાન કિશન ઓપનિંગ માટે લાઇનમાં હોઈ શકે છે. ગિલ, તાજેતરના સમયમાં ODIમાં ભારતનો સૌથી સફળ બેટ્સમેન તાવ આવવાથી પીડાઈ રહ્યો છે અને આ બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવે તે પહેલાં શુક્રવારે ડેન્ગ્યુ માટે તેનું પરીક્ષણ કરવામાં આવશે.
જાણકારી પ્રમાણએ ટીમના વિકાસથી વાકેફ બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “ચેન્નાઈમાં ઉતર્યા બાદથી શુભમનને ખૂબ તાવ આવી રહ્યો છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. શુક્રવારે તેના પરીક્ષણો લેવામાં આવશે અને પ્રારંભિક મેચમાં તેની ભાગીદારી અંગે નિર્ણય લેવામાં આવશે.” ગિલનો ડેન્ગ્યુ માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને તેથી તે કેટલીક મેચો રમી શકશે નહીં
ઉલ્લેખનીય છે કે ડેન્ગ્યુના દર્દીઓની શારીરિક પુનઃપ્રાપ્તિ અલગ-અલગ હોય છે અને સામાન્ય રીતે તેમને વધુ સારું અને સંપૂર્ણ સ્વસ્થ થવામાં લગભગ 7-10 દિવસ લાગે છે. “તેથી હવે શુભમન ગિલ માટે આ મેચમાં રમવું તો અશક્ય સમાન દેખાઈ રહ્યું છે પરંતુ જો આગળ જતા તબિયતમાં સુઘાર જણાય તો તે મેદાનમાં આવી પણ શકે છે જો કે તેવી શક્યતાઓ નહિવત પણ છે.