Site icon Revoi.in

હવે ઓટીટી પ્લેટફોર્મ પર આપત્તી જનક સામ્રગી નહી દર્શાવી શકાય – નવા નિયમો થશે લાગૂ –

Social Share

દિલ્હીઃ- માહિતી અને પ્રસારણ મંત્રીએ પ્રકાશ જાવડેકરે શૂન્યકાળ દરમિયાન રાજ્યસભામાં એક ખાસ વાત રજુ કરી હતૂ, જે પ્રમાણે ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવતી સામગ્રી અંગે વારંવાર થતી ફરિયાદો અને સૂચનોને ધ્યાનમાં રાખીને એક નિદા નિર્દેશ તૈયાર કરવામાં આવ્યા છે અને તેનો અમલ ટૂંક સમયમાં કરવામાં આવશે.

તેમણે કહ્યું કે ઓટીટી પ્લેટફોર્મ પર દેખાતી સામગ્રીને લઈને ઘણી ફરિયાદો મળી રહી છે અને તેના નિયમન અંગે સૂચનો પણ પ્રાપ્ત થયા છે. જાવડેકરે તેને એક મહત્વપૂર્ણ વિષય ગણાવતાં કહ્યું કે આ સંદર્ભે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનો અમલ લાગૂ કરવામાં આવશે

આ પહેલા પણ ભાજપના નેતા મહેશ પોદ્દારે આ મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે કોવિડ -19 મહામારી દરમિયાન, ઇન્ટરનેટ એક ખૂબ જ ઉપયોગી ઓનલાઇન પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે અને મનોરંજન માટેના ઓટીટી પ્લેટફોર્મથી લોકોની પહોંચ વધી છે. તેમણે કહ્યું, “પરંતુ તેમાં દર્શાવવામાં આવતી સામગ્રીની ભાષા વાંધાજનક છે.” જેથી કરીને આ મંચનું નિયમન કરવું જોઈએ. ”

આ પહેલા મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, ઓટીટી પર ચાલતી કેટલીક સિરીયલો અંગે ઘણી ફરિયાદો મળી છે. ઓટીટીની ફિલ્મો, પ્રોગ્રામ્સ, ડિજિટલ અખબાર પ્રેસ કાઉન્સિલ, કેબલ ટેલિવિઝન, સેન્સર બોર્ડના કાયદા માટે લાગુ પડ્યા નથી. ટૂંક સમયમાં તેમના સંચાલન માટે એક સરળ વ્યવસ્થા જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે થોડાસમય પહેલા જ સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર, તિગ્માંશુ ધુલિયાની વેબ સિરીઝ ‘ટાડંવ’ને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો , ત્યાર બાદ તેના સામે ફરીયાદ પણ દાખલ કરાી હતી અને છેવટે આ કેસમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ફરિયાદોની નોંધ લેતા આ અંગે એમેઝોન પ્રાઇમ પાસેથી જવાબ માંગ્યો હતો.

સાહિન-