મિલ્ખાસિંહ હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, કોરોનાની આપી મ્હાત
- ફ્લાઈંગ સિખ મિલ્ખાસિંહએ કોરોનાની આપી હાર
- હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ
- કોરોનાથી સંક્રમિત થયા બાદ થયા હતા હોસ્પિટલાઈઝ્ડ
દિલ્લી: ભારતીય સ્પ્રિંટના બાદશાહ રહેલા મિલ્ખાસિંહને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. થોડા દિવસ પહેલા તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તે બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા.
હોસ્પિટલમાં તેઓને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતા. જો કે પરિવારના આગ્રહને ધ્યાનમાં રાખીને 91 વર્ષના મિલ્ખા સિંહને રજા આપવામાં આવી છે. કોરોનાથી સંક્રમિત મિલ્ખાસિંહની પત્નીને શનિવારે આઈસીયુમાં રાખવામાં આવ્યા છે.
હોસ્પિટલ પ્રશાસન દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેમના પરિવારના આગ્રહને ધ્યાનમાં રાખીને મિલ્ખાસિંહને હાલ રજા આપવામાં આવી છે. તેમની હાલત અત્યારે પણ નાજૂક છે પણ આગળના સમયમાં તેણે ધ્યાન રાખવું પડશે.
મિલ્ખાસિંહને હોસ્પિટલમાં સોમવારે દાખલ કરવામાં આવ્યા પછી થોડા દિવસમાં તેમની પત્નીની પણ તબિયત બગડી હતી અને તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે આ વાતની જાણ મિલ્ખાસિંહના પુત્ર અને પુત્રીને થતા તેમનો પુત્ર દુબઈથી ભારત આવી ગયો છે અને તેમની પુત્રી કે જે અમેરિકામાં ડોક્ટર છે તે પણ ભારત આવી છે.