દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદી અશરફની પોલીસે કરેલી પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. 2011માં હાઇકોર્ટની બહાર થયેલા વિસ્ફોટો કેસમાં તેણે જ હાઇકોર્ટની રેકી કરી હોવાનું જામવા મળે છે. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરમાં ઘણીવાર હથિયાર સપ્લાય કરવા ગયો હોવાનું પણ સામે આવી છે. આ ઉપરાંત કાશ્મીરમાં સેનાના પાંચ જવાનોની ઘાતકી હત્યાના કેસમાં પણ સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. આતંકવાદી પાકિસ્તાનમાં આઈએસઆઈના અધિકારીઓનો ઈ-મેલના માધ્યમથી સંપર્કમાં રહેતો હતો. એટલું જ નહીં ઈ-મેલમાં ડ્રાફ્ટમાં જ મેસેજ મુકવામાં આવતો એટલે વધારે મુશ્કેલી ઉભા ના થાય.
ભારતમાં વર્ષોથી ગેરકાયદે વસવાટ કરતા પાકિસ્તાની આતંકવાદી અશરફની દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે ઝડપી લઈને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી હતી. તેમજ તેની પાસેથી ભારતીય પાસપોર્ટ અને અને આઈડી પણ મળી આવ્યાં હતા. પાકિસ્તાની આતંકવાદી અશરફે પૂછપરછમાં ઘણા ખુલાસા કર્યા છે. વર્ષ 2011માં હાઇકોર્ટની બહાર થયેલા વિસ્ફોટો દરમિયાન તેણે જ હાઇકોર્ટની રેકી કરી હતી. જ્યારે શંકાસ્પદ પાકિસ્તાની આતંકવાદી અશરફને બ્લાસ્ટમાં સંડોવાયેલા એક શંકાસ્પદનો ફોટો બતાવવામાં આવ્યો ત્યારે અશરફે કહ્યું કે તેણે હાઈકોર્ટ રેકી કરી હતી. જોકે તે આ વિસ્ફોટમાં સામેલ હતો કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. વર્ષ 2009માં જમ્મુના બસ સ્ટેન્ડ પર બ્લાસ્ટ થયો હતો જેમાં 3થી 4 લોકોના મોત થયા હતા, આ હુમલો ISIના હેન્ડલર નાસિરના કહેવા પર કરવા આવ્યો હતો. નાસિરના કહેવાથી જમ્મુ-કાશ્મીરમાં ઘણી વખત હથિયારો સપ્લાય કરવા ગયા હતા.