ડિઝનીને 98 વર્ષના ઈતિહાસમાં મળી પ્રથમ મહિલા અધ્યક્ષ
- ડિઝનીમાં પ્રથમ મહિલા અધ્યક્ષની પસંદગી
- 98 વર્ષના ઈતિહાસમાં મળી પ્રથમ મહિલા
- વર્તમાન ચેરમેન બોબ ઈગરનું લેશે સ્થાન
દિલ્હી :મનોરંજન દુનિયાની પ્રમુખ કંપની વોલ્ટ ડિઝનીએ પોતાના 98 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત મહિલાના હાથમાં પોતાની બાગડોર સોંપી છે
67 વર્ષની સુઝન અર્નોલ્ડ કંપનીના નવા બોર્ડ ચેરમેન હશે. તે 14 વર્ષથી ડિઝની બોર્ડની સભ્ય છે અને 31 ડિસેમ્બરે વર્તમાન ચેરમેન બોબ ઈગરનું સ્થાન લેશે.
લગભગ 15 વર્ષ સુધી આ પદ પર રહ્યા બાદ બોબે ગયા વર્ષે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેઓ આ મહિનાના અંત સુધીમાં કંપની છોડી દેશે, ત્યારબાદ સુઝન કાર્યભાર સંભાળશે. તેમણે કંપનીના શેરધારકોના હિતોનું રક્ષણ કરવાની ખાતરી આપી હતી.