પ્રાથમિક શિક્ષકોને શાળામાં 8 કલાક હાજરી આપવાના નિર્ણય સામે શિક્ષકોની નારાજગી
ગાંધીનગરઃ રાઈટ ટૂ એજ્યુકેશન એક્ટ મુજબ પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળાઓમાં હવે 8 કલાક હાજરી આપવી પડશે. રાજ્યની મોટાભાગની પ્રાથમિક શાળાઓનો સમય સવારે 11 થી 5નો છે, એટલે કે, 6 કલાક જ સ્કૂલ કાર્યરત રહે છે. શિક્ષક સંઘો પણ શિક્ષકો સ્કૂલમાં 8 કલાક હાજરી આપે તેની સામે સહમત નહીં હોવાનું કહેવાય છે. ત્યારે હવે રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ ફરજીયાત 8 કલાક સ્કૂલમાં હાજરી આપવી પડશે. RTE ના નિયમ અનુસાર દિવસના 8 કલાક અને અઠવાડિયાના 45 કલાક કામગીરી કરવાની રહેશે.રાજ્યના અનેક જિલ્લા શિક્ષણ અધિકારીએ સરકારી પ્રથમિક શાળાઓને આદેશ આપી દીધો છે. શિક્ષણ વિભાગના આ નિર્ણય સામે શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે.
રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-2009 અંતર્ગત પ્રાથમિક શાળામાં તૈયારી માટે તથા અન્ય આનુષાંગિક કામગીરી સહિતના શિક્ષક દીઠ અઠવાડિયાના 45 કલાકની કામગીરી કરવાની રહેશે, એટલે કે દિવસની શાળાઓમાં સોમથી શુક્ર દરમિયાન દરરોજ આઠ કલાકની કામગીરી કરવાની રહેશે. શનિવારે 5 કલાકની કામગીરી કરવાની રહેશે તેવી જોગવાઈ છે. આ ઉપરાંત સરકારના અન્ય તમામ વિભાગોમાં પણ નોકરી ફરજનો સમય ઓછોમાં ઓછો 8 કલાકનો હોય છે. પરંતુ નિયમોની વાતો કરતાં શિક્ષકો કેમ શાળામાં 8 કલાક હાજરી આપતા નથી. ગુણોત્સવ 2.0મા પ્રસિદ્ધ થયેલા તારણો મુજબ રાજ્યની પ્રાથમિક શાળાના 64 ટકા જેટલા શિક્ષકો શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરતા નથી.
આ ઉપરાંત જે ગ્રેડિંગ સિસ્ટમ અપનાવાઈ છે, એમાં 0થી 25 ટકા પરિણામમાં D ગ્રેડ, 26થી 50 ટકા પરિણામમાં C ગ્રેડ, 51થી 75 ટકામાં B ગ્રેડ, 75થી 85 ટકામાં A ગ્રેડ તેમજ 86થી 100 ટકામાં A+ ગ્રેડ આપવાનું નક્કી કરાયું હતું, જેમાં ગુજરાતની સરકારી શાળાઓનું સરેરાશ પરિણામ 57.84 ટકા આવતાં B ગ્રેડ પ્રાપ્ત થયો છે. એકમ કસોટી યોજાયા બાદ જે વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા હોય તેનું ઉપચારાત્મક શિક્ષણકાર્ય શિક્ષકોએ કરવાનું હતું, પરંતુ રાજ્યની 76 ટકા જેટલી શાળાઓમાં ઉપચારાત્મક શિક્ષણ થયું જ ન હોવાનું ગુણોત્સવ 2.0ના પરિણામમાં બહાર આવ્યું હતું. આ સિવાય જે ગ્રેડિંગ સિસ્ટમ અપનાવાઈ છે, એમાં 0થી 25 ટકા પરિણામમાં D ગ્રેડ, 26થી 50 ટકા પરિણામમાં C ગ્રેડ, 51થી 75 ટકામાં B ગ્રેડ, 75થી 85 ટકામાં A ગ્રેડ તેમજ 86થી 100 ટકામાં A+ ગ્રેડ આપવાનું નક્કી કરાયું હતું, જેમાં ગુજરાતની સરકારી શાળાઓનું સરેરાશ પરિણામ 57.84 ટકા આવતાં B ગ્રેડ પ્રાપ્ત થયો છે. એકમ કસોટી યોજાયા બાદ જે વિદ્યાર્થીઓ જે વિષયમાં નબળા હોય તેનું ઉપચારાત્મક શિક્ષણકાર્ય શિક્ષકોએ કરવાનું હતું, પરંતુ રાજ્યની 76 ટકા જેટલી શાળાઓમાં ઉપચારાત્મક શિક્ષણ થયું જ ન હોવાનું ગુણોત્સવ 2.0ના પરિણામમાં બહાર આવ્યું હતું.