Site icon Revoi.in

સુરેન્દ્રનગર: જિલ્લા કલેકટરે યુક્રેનમાં ફસાયેલા લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો

Social Share

વિરમગામ: ઘણા દિવસોના તણાવ અને આશંકાઓ બાદ આખરે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. આ યુદ્ધે ત્રીજા વિશ્વ યુદ્ધની સ્થિતિ સર્જી છે. જે પરિસ્થિતીને ધ્યાને લેતા યુક્રેનમાં અભ્યાસ અર્થે અથવા અન્ય કામગીરી માટે ગયેલ સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓ પરત આવવા માંગતા હોઈ અથવા તેઓ અન્ય પરિસ્થિતિમાં ફસાયેલા હોઈ તો તેવા વ્યક્તિઓની વિગત આપવા માટે કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા જિલ્લા કલેકટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દ્વારા પોલીસની ટીમ બનાવીને જન હીત માટે યુક્રેનમાં  ફસાયેલા સુરેન્દ્રનગર જિલ્લાના લોકો માટે જિલ્લા કલેકટર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે તેમજ 02752, 283400, 285300,284300 સાથે પોલીસ કંટ્રોલ નંબર 100 પર સંપર્ક કરી જાણકારી આપવા અપીલ કરવામાં આવી છે. તમામ ફસાયેલા વિદ્યાર્થીઓ માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વડા સતત એર્લટ રહી વિદ્યાથીઓના પરીવાર સાથે સંપર્કમાં રહી કાર્યવાહી કરી રહ્યા છે.