Site icon Revoi.in

દિવાળીનો તહેવારઃ રાજ્યભરમાં એસટી વિભાગે દોડાવી વધારાની બસો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આજથી દિવાળીના સપરમાં દિવાસોનો આજથી પ્રારંભ થઈ ગયો છે. બીજી તરફ વતન જવા માટે શ્રમજીવીઓ માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવાની શરૂઆત કરવામાં આવી છે. દિવાળીના તહેવારોને પગલે એસટી, ટ્રાવેલ્સ બસ અને ટ્રેનમાં પ્રવાસીઓનો ભારે ધસારો તોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં 1500થી વધારે એસટી બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દિવાળીના તહેવારોમાં પ્રજાને પરિવહન માટે ભારે હાલાકીનો સામનો ના કરવો પડે તે માટે એસટીએ વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાત અને ગોધરા, દાહોદ તરફ વધારાની બસો દોડાવવામાં આવશે. વડોદરા એસટી વિભાગ દ્વારા તમામ રૂટ ઉપર 405 બસો દોડાવવાનું આયોજન કરાયું છે. જ્યારે સુરત તરફ પણ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન હાથ ધરાયું છે. દિવાળીના તહેવારોમાં રોજ 90 હજારથી 1 લાખ લોકો મુસાફરી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વ નિમિત્તે વિશેષ આયોજન કર્યુ છે. રાજ્યભરમાં જુદા-જુદા રૂટો પર એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે.