ગાંધીનગરઃ ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારે એસટી નિગમના કર્મચારીઓને મોંધવારી ભથ્થામાં વધારો કરીને
ચૂકવવા માટે મંજૂરી આપી છે. આ નિર્ણયથી એસટી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. હાલ મળતી માહિતી પ્રમાણે, મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે અને બધું મળીને કુલ 7 ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી કર્મચારી મહામંડળ અને યુનિયનની છેલ્લા ઘણા સમયથી માગણી કરવામાં આવતી હતી. જે માગણી સંદર્ભે એસટી નિગમના અધિકારીઓએ સરકાર સાથે ચર્ચા પણ કરી હતી. ત્યારબાદ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમના કર્મચારીઓને ડીએ ચૂકવવા માટે સરકારે મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણયથી એસટી કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. હાલ મળતી માહિતી પ્રમાણે, મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે અને બધું મળીને કુલ 7 ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતના એસ.ટી નિગમના કર્મચારીઓને સરકારે દિવાળીની ભેટ આપી છે. કર્મચારીઓની દિવાળી સુધરી ગઈ છે. મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે અને બધું મળીને કુલ 7 ટકા જેટલો વધારો આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણાં લાંબા સમયથી સરકાર સામે 11 ટકા મોંઘવારી ભથ્થાની રકમ ચૂકવી આપવા માટે માગણી કરી હતી. તેના અનુસંધાને એસટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા સહિત કુલ 7 ટકા ચાલુ પગારમાં ચૂકવવા માટે સરકારે મંજૂરી આપી છે.