Site icon Revoi.in

પાકિસ્તાનમાં પણ થાય છે દિવાળીની ઉજવણી, જાણો ભારતથી તે છે કેવી રીતે અલગ

Social Share

દિવાળી હવે વૈશ્વિક તહેવાર બની ગયો હોય તેમ લાગે છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આવામાં ભારતના વિરોધી દેશ પાકિસ્તાનમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. પણ વાત એવી છે કે આ દેશમાં દિવાળીની ઉજવણી અલગ પ્રકારે કરવામાં આવે છે.

અગાઉ પાકિસ્તાનમાં દિવાળી જેવા અનેક તહેવારો પર રજા ન હતી, પરંતુ હવે પાકિસ્તાનમાં પણ તેના માટે રજાઓ મળી રહી છે. અગાઉ હિન્દુ લઘુમતીઓ પાકિસ્તાનમાં દિવાળીની રજાની માંગ કરતા હતા, પરંતુ થોડા વર્ષોથી તેમને દિવાળીની રજાઓ પણ મળવા લાગી છે.

પાકિસ્તાનમાં રહેતા હિન્દુ પરિવારો દિવાળીની ઉજવણી કરે છે. જ્યાં હિન્દુ વસ્તી રહે છે તે વિસ્તારોમાં દિવાળીના દિવસે સારો માહોલ જોવા મળે છે. પાકિસ્તાનમાં ભારત જેવો ખાસ માહોલ હોતો નથી. પરંતુ હિન્દુ વસ્તી ભારતની જેમ ઉજવણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અને છેલ્લા ઘણા વર્ષથી પાકિસ્તાની ચેનલો અનુસાર, પાકિસ્તાનમાં દિવાળીની ઉજવણી ઘુમઘામથી કરવામાં આવે છે.

અહીં પણ ભારતની જેમ ફટાકડા ફોડીને શણગાર કરવામાં આવે છે. પરંતુ, અહીં એક વાત અલગ છે કે પાકિસ્તાનમાં દિવાળીના દિવસે લોકો મંદિરમાં જઈને વધુ ઉજવણી કરે છે, જ્યારે ભારતમાં લોકો પોતાના ઘરમાં વધુ ઉજવણી કરે છે. પાકિસ્તાનમાં મંદિરોમાં ઘણી ભીડ હોય છે અને લોકો ભારતની જેમ ત્યાં પૂજા કરવા અને દીવા પ્રગટાવવા જાય છે.

પાકિસ્તાનના વડાપ્રધાન સહિત ઘણી હસ્તીઓ પણ સોશિયલ મીડિયા દ્વારા દિવાળી વગેરેની શુભકામનાઓ આપે છે. કરાચી, લાહોર અને અન્ય શહેરોમાં દિવાળીની ઉજવણી મટિયારી, તાંડો અલ્લાહયાર, તાંડો મુહમ્મદ ખાન, જામશોરો બાદિન, સંઘર, હાલા, તાંડા આદમ અને શહાદપુરમાં કરવામાં આવે છે.