Site icon Revoi.in

દિવેલનો સ્વાસ્થ્ય માટે પણ આ રીતે થાય છે ઉપયોગ, જાણો તેનું સેવન કરવાના ફાયદાઓ વિશે

Social Share

 

દિવેલ કે જેને એરન્ડાનું તેલ પણ કહેવામાં આવે છે અથવા તો દિવેલીયાનું તેલ કહે છએ આ તેલ સામાન્ય રીતે વાળ ત્વચા અને હેલ્થ માટે ખૂબજ ફાયદા કારક ગણાય છે ઘણા લોકો વિચારતા હશએ કે દિવેલનું સેવન કઈ રીતે સ્વાસ્થ્યને ફાયદો કરે છે તો ચાલો જાણીએ કેટલા પ્રમાણમાં દિવેલનું સેવન કરવું અને તેનાથઈ શું ફાયદા થાય છે.દિવેલનું સેવન માત્ર એક ચમચી જ કરવું જોઈએ એરંડાના આયુર્વેદિક ગુણોને લીધે, તેનો ઉપયોગ સદીઓથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે.

એરંડાના તેલનો ઉપયોગ માત્ર ત્વચા સંબંધિત રોગોની સારવાર માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ તેમજ સ્ત્રીઓ સંબંધિત સમસ્યાઓ માટે પણ થાય છે. એરંડાના તેલમાં કુદરતી એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ફંગલ ગુણ હોય છે જે વિવિધ પ્રકારના ચેપને રોકવામાં મદદ કરે છે. આ તેલનો ઉપયોગ સામાન્ય રીતે દવાઓ, ત્વચા સંભાળ ઉત્પાદનો અને શેમ્પૂમાં પણ થાય છે

સવારે ખાલી પેટે એક ચમચી દિવેસનું સેવન આતરડાને સાફ કરવામાં મદદ કરે છએ આ સાથે જ જે લોકો ને કબજિયાતની સમસ્યા હોય તેમણે ચામાં પણ દિવેલ મિક્સ કરીનુે પીવામાં આવે તો આ સમસ્યા દૂર થાય છે.

દિવેલનો ઉપયોગ જુલાબની સમસ્યા માટે શ્રેષ્ઠ સાબિત થશે. તે આંતરડાને એકદમ સ્વસ્થ અને મુલાયમ બનાવી દેશે. પ્રસુતિ સમયે દિવેલ પાવાથી મળના વેગ સાથે ગર્ભાશય પણ વેગીલુ બની પ્રસવ જલદી થાય છે. જો તમે રાત્રે સુતા પહેલા એક ચમચી દિવેલ પીશો તો તેનાથી મળ આવવામાં સરળતા રહે છે. સરદર્દ અને શરદી માટે દિવેલ ઉપયોગમા લેવામા આવે છે.

એક મચચી દિવેલનું સેવન ગુલ્મ, વાયુ, કફ, સોજો, કમર, પેટ અને ગુદાના શૂળનો નાશ કરે છે.મરડાની સમસ્યા માટે તો દિવેલ એ અમૃત સમાન છે. જો તમને કોઈ કારણોસર પગમા ચીરા પડ્યા હોય તો તે ભાગમા દિવેલથી માલિશ કરવાથી ઘણી રાહત મળે છે.

ચુસ્ત કપડા, ગરમી, પરસેવાને પરિણામે ચામડીમા ફુગનુ સંક્રમણ, લાલાશ અને ખંજવાળ જેવી ત્વચા સાથે સંકળાયેલ સમસ્યામા દિવેલ અસરકારક સાબિત થશે. માથાના વાળ માટે દિવેલ અસરકારક સાબિત થાય છે.