Site icon Revoi.in

ભારત સહીત વિદેશોમાં ઉજવાય છે દિવાળી – જાણો કયા-કયા દેશોમાં અને કઈ રીતે દિવાળી મનાવાઈ છે

Social Share

ભારત દેશનો મહાપ્રવ એટલે દિવાળઈનો પર્વ ,દેશભરમાં દિવાળી ખૂબ જ ઉચ્સાહ ભેર ધામધૂમથી મનાવવામાં આવે છે, ખાસ કરીને દિવાળઈમાં ખરીદીથી લઈને ફટાકડા ફોડવા .પૂજા પાઠ કરવા સોનાની ખરીદી કરવી ,ઘરમાં રોશની કરવી વગેરે ગમતા કામ કરવામાં આવે છે,જો કે માત્ર ભઆરતમાં જ નહી પરંતુ ભારત બહારના દેશો પણ ભારતયી સંસ્કૃતિને અનુસરીને ખાસ દિવાળઈની ઉજવણી કરતા હોય છે.તો ચાલો જાણીએ ભારતનો પ્રખ્યાત તહેવાર, દિવાળી દેશમાં અને કયા સ્થળોએ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

કેનેડા

કેનેડામાં મોટા ભાગના પંજાબીઓ અને ગુજરાતીઓ વસી રહ્યા છએ,ખાસ કરીન આપણા દેશના વિદ્યાર્થીઓ માટા ભાગના જોવા મળએ છે તો અહી તો દિવાળઈનું સેલિબ્રેશન થાય એ વાત જરુરી છે.દર વર્ષે ભારતમાંથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. કેનેડાને ભારતીયો માટે નોકરી અને વ્યવસાયની દ્રષ્ટિએ પણ હબ ગણવામાં આવે છે.જેથી કરીને મોટી સંખ્યામાં ભારતીયોને કારણે અહીં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ઈન્ડોનેશિયા

ઇન્ડોનેશિયામાં દિવાળી ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. અહીં દિવાળીના દિવસે ભારતની જેમ તમામ ધાર્મિક વિધિઓ ઉજવવામાં આવે છે. આ દેશના ચલણ પર ભગવાન ગણેશનું ચિત્ર છે. ઈન્ડોનેશિયામાં દિવાળીના દિવસે લોકો ઘરોને શણગારે છે અનેમીઠાઈ પણ વહેંચે છે .

ફીજી

ભારતની સૌથી વધુ વસ્તી ફિજીમાં રહે છે. ફિજીમાં દિવાળીની રજા હોય છે અને લોકો પાર્ટીઓનું આયોજન કરે છે. એકબીજાને ભેટ આપવાની અને મીઠાઈઓ વહેંચવાની પણ પ્રથા છે.અહી પણ ભારતની જેમ ઘૂમધામથી દિવાળઈનો પર્વ મનાવવામાં આવે છે.

મોરિશસ

એ દેશમાં દિવાળઈના દિવસે જાહેર રજાઓ હોય છે,અગહીના લોકો પણ દિવાળઈ ખૂબ ઉત્સાહ સાથે મનાવે છે.મોરેશિયસમાં 50 ટકાથી વધુ લોકો હિંદુ ધર્મમાં માને છે, મોરેશિયસમાં, દિવાળી ભારતીય શૈલીમાં ઉજવવામાં આવે છે. અહીં લોકો પોતાના ઘરની બહાર માટીના દીવા પ્રગટાવે છે. લોકો પોતાના ઘરને પણ સજાવે છે.

આ સાથે જ અમેરિકાની જો વાત કરવામાં આવે તો યુનાઈટેડ સ્ટેટમાં ઘણા શહેરો અને ટાઉન એવા છે કે જ્યાં ગુજરાતીઓ મોટા પ્રમાણમાં વસે છે જેથી આ શહેરોમાં આબેહુબ ભારત જેવી જ દિવાળી થાય છે,ખાસ કરીને મીઠાઈ અને ખાખરા ,ચોળાફળઈના સ્ટોલ લાગે છે, રાત્રે રોશનીથી રસ્તાઓ ધઝળહળી ઉઠે છે.