ભારતમાં આ સ્થળે નથી ઉજવાતી દિવાળી,જાણો શું છે કારણ
ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ઉજવણી કરવા દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે.આ દિવસે લોકો ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને જીવનમાં સુખની કામના કરે છે.દિવાળી ભલે ભારતનો સૌથી મોટો તહેવાર હોય, પરંતુ દેશના કેટલાક ભાગો એવા છે જ્યાં આ તહેવાર ઉજવવામાં આવતો નથી.અમે તમને આ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતના કેરળ રાજ્યની.સાંભળવામાં અને જાણવામાં અજીબ લાગે છે કે સૌથી સુંદર રાજ્યમાં દિવાળીની ઉજવણી નથી કરવામાં આવતી, પરંતુ એ વાત સાચી છે કે અહીં ઘણી જગ્યાએ દિવાળી ઉજવવામાં આવતી નથી.
એવું માનવામાં આવે છે કે,કેરળમાં દિવાળી ન ઉજવવા પાછળ એક ધાર્મિક માન્યતા છે. પૌરાણિક કથાઓ અનુસાર કેરળમાં એક સમયે રાક્ષસ મહાબલી રાજ કરતો હતો અને અહીં તેની પૂજા થતી હતી. રાક્ષસની હારને કારણે લોકો અહીં દિવાળી નથી ઉજવતા.
જો કે, કેરળમાં એક એવી જગ્યા છે, જ્યાં લોકો દિવાળીની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરે છે. એવું કહેવાય છે કે કેરળમાં કોચી એક એવી જગ્યા છે, જ્યાં લોકો દિવાળીની ઉજવણી પૂરા ઉત્સાહથી કરે છે.
કેરળ સિવાય દેશમાં બીજું એક રાજ્ય છે જેમાં મોટા ભાગના ભાગોમાં દિવાળી ઉજવવામાં આવતી નથી. અમે વાત કરી રહ્યા છીએ તમિલનાડુની. અહેવાલો અનુસાર, તમિલનાડુના લોકો આ સમયે નરક ચતુર્થી ઉજવે છે.