ભારતીય શેરબજારમાં દિવાળી પહેલા રોકાણકોરોની દિવાળીઃ BSEમાં 1276, NSEમાં 386 પોઈન્ટનો વધારો
નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં ગત સપ્તાહની મંદી બાદ આજે મંગળવારે બજારમાં તેજીનું વાવાઝોડુ જોવા મળ્યું છે. ગઈકાલે પણ 500થી વધારે પોઈન્ટ બીએસસી તુડ્યું હતું. જો કે, આજે મંગળવારે બીએસઈ તેજી સાથે ખુલ્યો હતો. તેમજ બંધ થયું ત્યારે બીએસઈ અને એનએસઈમાં ભારે તેજી જોવા મળી હતી.
બીએસસીમાં 1276.66 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને માર્કેટ 58065.47 ઉપર બંધ થયું હતું. જ્યારે એનએસઈમાં 386 પોઈન્ટનો વધારો થયો હતો. માર્કેટ 17274 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. માર્કેટમાં તેજીના પગલે રોકાણખારોમાં ખુશી ફેલાઈ હતી. આગામી દિવસોમાં પણ માર્કેટમાં તેજી રહેવાની જાણકારો માની રહ્યાં છે. તેમજ રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો હતો.
ભારતીય શેરબજારમાં ગત સપ્તાહની મંદી બાદ સેન્સેક્સમાં સપ્તાહની શરૂઆતથી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ 788 પોઇન્ટના વધારા સાથે 57 હજાર 506 પોઇન્ટ પર ખુલ્યો હતો. ત્યારબાદ સતત માર્કેટ ગ્રીન ઝોનમાં રહેતા હાલ સેન્સેક્સ 1175 પોઇન્ટના વધારા સાથે 58 હજારની નજીક ટ્રેન્ડ કરી રહ્યો છે.
આજે બેન્કીંગ, ટેલિકોમ, ફાર્મા અને આઇટી ક્ષેત્રના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટીની વાત કરવામાં આવે તો સામાન્ય ધટાડા સાથે ખુલ્યા બાદ નિફ્ટી હાલ 355 પોઇન્ટના વધારા સાથે 17 હજાર 242 પર છે. ચાલુ સપ્તાહ દરમિયાન હજુ પણ માર્કેટ ગ્રીન ઝોનમાં રહેશે તેવી શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. ભારતીય શેરબજારમાં આવેલી તેજીને પગલે રોકાણકારોમાં ખુશી ફેલાઈ હતી. તેમજ રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો હતો.