અમદાવાદમાં દિવાળીની રોનક,બજારોમાં ખરીદદારોની ભારે ભીડ ઉમટી
- અમદાવાદમાં દિવાળીની રોનક
- ખરીદદારોની બજારમાં ભીડ વધી
- દુકાનદારોમાં અનેરો ઉત્સાહ
અમદાવાદ :દિવાળનો માહોલ અત્યારે સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં પણ દિવાળીના તહેવારને લઈને લોકોમાં ખુશીનો માહોલ છે, અમદાવાદ શહેરના બજારોમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી રહી છે અને આ ભીડને જોઈએ દુકાનદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના રાયપુર બજારમાં ફટાકડા સહિત રંગોળી માટેની ખરીદી કરતા નાગરિકો જોવા મળ્યા.સાથે જ આવી જ અન્ય બજારોમાં પણ જોવા મળી રહી છે.જોકે આ વર્ષે મોંઘવારીનો માર દિવાળીના તહેવાર પર જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોટા ભાગના લોકોને આ વખતે ફટાકડાનું મન હશે. ગત વર્ષે તો કોરોનાવાયરસના કારણે દિવાળીનો એટલો ઉત્સાહ રહ્યો ન હતો પણ આ વખતે માહોલ સારો રહેતા ઉજવણી કરી શકે છે. ફટાકડાની કિંમતોમાં 25 ટકાનો વધારો નોંધાયો છે.તો અન્ય ચીજવસ્તુઓના ભાવો પણ વધ્યા છે.જોકે નાગરિકો ઓછી ખરીદી કરીને પણ તહેવારો ઉજવવા મક્કમ જોવા મળી રહ્યા છે.
દિવાળી અને અન્ય તહેવારો પર રાજ્યના 8 મહાનગરોના નાગરિકોને દિવાળી પર્વે રાજ્ય સરકારે નિયમોમાં મોટી રાહત આપી છે અને રાત્રી કરફ્યૂના નિયમોમાં ફેરફાર કર્યો છે. રાજ્યના 8 મહાનગરોમાં હવે રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી જ કરફ્યૂ રહેશે. એટલે કે દિવાળી, બેસતુ વર્ષ અને છઠ્ઠ પૂજા જેવા કાર્યક્રમોની નાગરિકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકશે. પ્રતિબંધોમાં છૂટછાટ સાથે સિનેમાગૃહો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. તો સ્નેહમિલન કાર્યક્રમોમાં પણ 400 લોકોને એકઠાં થવાની છૂટ આપવામાં આવી છે.