Site icon Revoi.in

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન જાહેર

Social Share

• પ્રાથમિક શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે
• પ્રાથમિક શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલ્યો પરીપત્ર

ગાંધીનગરઃ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. આ અંગેનો પ્રાથમિક શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલેલા પરિપત્રમાં જણાવાયું છે કે, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખ એક સરખી રહે તે માટે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક કેલેન્ડર આપવામાં આવે છે. જે મુજબ રાજ્યની પ્રાથમિક શાળા માટે દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, હાલ અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચાલી રહી છે. નવરાત્રી મહોત્સવ પૂર્ણ થયા બાદ સ્કૂલોમાં પ્રથમ સત્રની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ થોડા જ દિવસ શૈક્ષણિક કાર્યચાલુ રહેશે. જે બાદ દિવાળીનું વેકેશન પડશે. 17મી નવેમ્બરથી ફરીથી સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.