Site icon Revoi.in

આ વર્ષે 31મી ઓક્ટોબરના રોજ દિવાળીની કરાશે ઉજવણી, જાણો દિવાળીના તહેવારોની તીથી

Social Share

દિવાળનો તહેવાર અંધકાર પર વિજયનો તહેવાર છે અને ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે. દિવાળીનો તહેવાર ધાર્મિક અને સામાજિક સીમાઓને ઓળંગે છે અને અંધકાર પર પ્રકાશની શક્તિ, અનિષ્ટ પર સારાની જીત અને અજ્ઞાન પર જ્ઞાનની જીતની ઉજવણી કરાય છે. ચાલો જાણીએ આ વર્ષે દિવાળી ક્યારે છે? શુભ સમયથી લઈને ધાર્મિક વિધિઓ, તારીખો અને ઘણું બધું…

• દિવાળી ક્યારે છે?
હિંદુ ચંદ્ર કેલેન્ડર મુજબ, દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક અમાવસ્યા પર આવે છે. ભારતમાં, ખાસ કરીને ઉત્તર ભારતમાં, દિવાળીનો તહેવાર પાંચ દિવસ સુધી ચાલે છે. આ તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષના 13મા ચંદ્ર દિવસ ધનતેરસના અવસરે શરૂ થાય છે અને ભાઈ દૂજના દિવસે સમાપ્ત થાય છે. આ વર્ષે દિવાળીનો પર્વ 31 ઓક્ટોબર અને 1 નવેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે.

કારતક તિથિ અમાવસ્યાનો સમયઃ 31 ઓક્ટોબરે બપોરે 3:53 વાગ્યાથી શરૂ થશે અને 1 નવેમ્બરના રોજ સાંજે 6:17 વાગ્યે સમાપ્ત થશે.
પ્રદોષ પૂજાનો સમય: 1લી નવેમ્બર, સાંજે 5.44 વાગ્યાથી શરૂ થઈને 8.19 વાગ્યા સુધી. દિવાળીના પર્વની શરૂઆત 29 ઓક્ટોબર, 2024 ના રોજ ધનતેરસથી થશે અને રવિવાર, 3 નવેમ્બર, 2024 ના રોજ ભાઈદૂજ પર સમાપ્ત થશે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. માતા લક્ષ્મીને જીવનની દેવી કહેવામાં આવે છે.

દિવાળી આપણા ઘરો અને હૃદયોને રોશની આપે છે અને મિત્રતા અને એકતાનો સંદેશ આપે છે. પ્રકાશ એ આશા, સફળતા, શાણપણ અને નસીબનું નિરૂપણ છે અને દિવાળી જીવનના આ ગુણોમાંની આપણી માન્યતાને મજબૂત બનાવે છે.