Site icon Revoi.in

DMKના સાંસદ દયાનિધિ મારન દિલ્હીથી ચેન્નાઈ જતી ફ્લાઈટના પાઈલોટને જોઈ ચોંકી ઉઠ્યાં

Social Share

મુંબઈઃ દિલ્હીથી ચેન્નાઈ જઈ રહેલા ડીએમકેના સાંસદ દયાનિધિ મારને જ્યારે ખબર પડી કે જે વિમાનમાં જઈ રહ્યાં છે તે વિમાનના પાઈલોટ અન્ય કોઈ નહીં પરંતુ પોતાના સાથી સાંસદ રાજીવ પ્રતાપ રૂડી છે તો તેઓ ચોંકી ઉઠ્યાં હતા. દયાનિધિ મારણને ટ્વીટર પર પોતાનો અનુભર શેયર કર્યો હતો.

દયાનિધિ મારને લખ્યું છે કે, હું સંસદીય સમિતિની બેઠકમાં ભાગ લીધા બાદ દિલ્હી જવા માટે વિમાનમાં બેઠો હતો. દરમિયાન ચાલક દળે જાહેર કર્યું કે, વિમાનમાં બોડિંગની પ્રક્રિયા પુરી થઈ ચુકી છે. ત્યારે પાયલટની વર્દીમાં એક વ્યક્તિએ પૂછ્યું કે આપ પણ આ જ ફ્લાઈટમાં પ્રવાસ કરી રહ્યાં છો. હું તે વ્યક્તિને ઓળખી શક્યો ન હતો કારણ કે તેમને માસ્ક પહેરી રાખ્યું હતું. જો કે, અવાજ સાંભળેલો હોવાનું લાગ્યું હતું.

તેમણે વધુમાં લખ્યું છે કે, મે માથુ હલાવ્યું પરંતુ ઓળખી ન શક્યો કે તે કોણ હતા. તેમણે મને જોયો અને તેમની આંખો માસ્કની નીચે હસીને આભાસ કરાવતી હતી. ત્યારે તેમણે કહ્યું કે આપ મને નથી ઓળખતા. ત્યારે ખબર પડી કે આ અન્ય કોઈ નહીં પરંતુ મારા સાથી સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રુડી છે. તેઓ મારા સારા મિત્ર છે.

તેમણે વધુમાં કહ્યું કે, બે કલાક પહેલા બંને સંસદીય સમિતિની બેઠકમાં ચર્ચા કરતા હતા. તેમને એક સાંસદમાંથી કેપ્ટનની ભૂમિકામાં  જોઈને મને મારી આંખો ઉપર વિશ્વાસ થયો ન હતો. આ એક સુખદ આશ્ચર્ય હતું.