Site icon Revoi.in

આજથી દિલ્હીમાં DMS દૂધનો પુરવઠો બંધ,FSSAIએ લાયસન્સ રદ કર્યું

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હી મિલ્ક સ્કીમ (DMS) શનિવારથી દૂધ સપ્લાય કરી શકશે નહીં. દૂધમાં ભેળસેળ મળ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના પ્રાદેશિક એકમે દિલ્હી દૂધ યોજનાનું લાઇસન્સ રદ કરી દીધું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીએમએસ દૂધમાં કોસ્ટિક સોડા મળી આવ્યો છે. આ મામલે શુક્રવારે એક આદેશ જારી કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે ડીએમએસ કોઈપણ રીતે દૂધનું ઉત્પાદન નહીં કરે અને ન તો તેનું વેચાણ કરશે.

DMSએ ભૂલ સ્વીકારી

વાસ્તવમાં, બે મહિના પહેલા દિલ્હી સ્થિત ડીએમએસના શાદીપુર પ્લાન્ટમાંથી કોસ્ટિક સોડા મળી આવ્યો હતો. આ પછી પણ, રાજધાનીમાં કાર્યરત 400 બૂથ અને 800 દુકાનોને દૂધ સપ્લાય કરવામાં આવ્યું હતું. DMSએ પોતાની ભૂલ સ્વીકારી અને અડધા લિટર દૂધના પેકેટ પરત લેવાનો લેખિત આદેશ જારી કર્યો. તેમણે કહ્યું હતું કે તમામ બૂથ ઓપરેટરોએ તમામ દૂધના પેકેટો એકઠા કરીને ડીએમએસને પરત કરવા જોઈએ. આ દૂધ પીવા માટે યોગ્ય નથી કારણ કે દૂધના પેકેટ 20મી જુલાઈના રોજ તૈયાર કરવામાં આવ્યા હતા અને 22મી જુલાઈ સુધી તેનો ઉપયોગ કરી શકાશે.

સપ્લાઈ કયા થાય છે 

DMS હાલમાં દિલ્હીમાં અડધા લિટરથી એક લિટર અને પાંચ લિટર સુધીના પેકેટમાં દૂધ સપ્લાય કરે છે. આ દૂધ સંસદ ભવન સુધી સપ્લાય કરવામાં આવે છે. સાંસદોના નિવાસસ્થાન, એઈમ્સ અને હોસ્પિટલોમાં દર્દીઓને પણ દૂધ સપ્લાય કરવામાં આવે છે.