શિયાળામાં દરરોજ કરો કાળા તલનું સવેન, સ્વાસ્થ્યને થશે અનેક ફાયદાઓ
- કાળા તલ સ્વાસ્થ્યને રાખે છે તંદુરસ્ત
- અનેક રીતે છે તે ગુણકારી
- મોટી બીમારીઓથી પણ રાખે છે દુર
શિયાળામાં આપણે સૌ કોઈ શિંગદાળા, ગોળ ડ્રાયફ્રુટ જેવા અનેક ખોરાક વધુ ખાવાનું પસંદ કરીએ છે તેમાં એક છે તલ, તલ પણ અનેક ગુણોથી ભરુપ છે જેમાં ખાસ કરીને શિયાળામાં કાળા તલનું કરચળીયું બનાવામાં આવે છે કારક કે તે સ્વાસ્થ્યને ઘણો ફાયદો કરે છે તો ચાલો જાણીએ કાળા તલ ખાવાથી થતા ફાયદાઓ વિશે.
તલમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે, જે હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. તલના તેલમાં હાજર સેસમીન અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ સંયોજનો બ્લડપ્રેશરના લેવલને સામાન્ય રાખવામાં મદદરૂપ થાય છે. ડાયટમાં તલનો સમાવેશ કરવાથી બ્લડપ્રેશરને સામાન્ય રાખવામાં મદદ મળે છે. દરરોજ કાળા તલ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે.
શિયાળાની ઋતુમાં કાળા તલનું સેવન કરવાની સલાહ પણ આપવામાં આવે છે. કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને ફાઈબર જેવા ગુણો હોય છે, જેનાથી ઠંડીમાં ફાયદો થાય છે.
કાળા તલનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ શકે છે, હૃદયને સ્વસ્થ રાખવામાં મદદગાર છે અને તલમાં હાજર કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, જસત અને સેલેનિયમ હૃદયને અનેક રોગોના જોખમથી બચાવવામાં મદદ કરી શકે છે.
ખાવાની ખોટી આદતોને કારણે પેટમાં અસ્વસ્થતા અને ઝાડા થઈ શકે છે. ઝાડામાં કાળા તલનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. સુગર કેન્ડી સાથે કાળા તલ ખાવાથી અતિસારની સમસ્યા પર નિયંત્રણ મેળવી શકાય છે.
તલમાં ઓમેગા–જેવા તંદુરસ્ત ચરબી ઉપરાંત ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હાજર હોય છે, જે શરીરને ઉર્જા આપવામાં મદદ કરી શકે છે.
કાળા તલમાં ઉચ્ચ ફાઈબર હોય છે, જેને કારણે એ કબજિયાતમાં રાહત આપે છે. તલમાંથી મળતું તેલ આંતરડાંને લુબ્રિકેટ કરે છે અને ફાઇબર આંતરડાંની ગતિમાં મદદ કરે છે.