- આ વસ્તુઓની ન કરો આપ-લે
- ગ્રહોની ફરી જશે દિશા
- હેરાન-હેરાન ન થવું હોય તો ચેતી જજો
એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિને સસ્તું અને મફત વસ્તુ શોધવાની આદત પડી જાય છે અને ફ્રી વસ્તુને સ્વીકારવાની આદત પડી જાય ત્યારે તે પોતાનો વિકાસ રોકી દે છે અને પોતાના લાચાર અને કમજોર બનાવે છે. આ વાતને લઈને કેટલાક જ્યોતિષ શાસ્ત્રીઓ કહે છે કે દરેક વ્યક્તિને કઈ વસ્તુનો સ્વીકાર કરવો અને કઈ વસ્તુનું દાન ન કરવું તેના વિશે જાણ હોવી જોઈએ.
જ્યોતિષના મત અનુસાર, કોઈ બીજા પાસેથી સોય માંગવાના કારણે આપના ઘરમાં મુશ્કેલીનું વાતાવરણ સર્જાય છે. શનિદેવ ગુસ્સે થાય છે. આ સાથે રાહુની પણ વિપરીત અસર થાય છે. આ ઉપરાંત લોખંડનો સંબંધ શનિદેવ મહારાજ સાથે પણ છે. તેથી લોખંડનો વ્યવહાર પણ ન કરવો જોઈએ. તમારે શનિવારે લોખંડ ખરીદવાનું ટાળવું જોઈએ. જો તમે મશીન અથવા અન્ય કોઈ સાધન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને ખરીદી શકો છો.
જો ખાવા-પીવાના વપરાશમાં લેવાતી વસ્તુઓ વિશેની વાત કરવામાં આવે તો મીઠાનો સીધો સંબંધ શનિદેવ સાથે છે. જો તમે કોઈની પાસેથી મીઠું લઈ રહ્યા છો, તો તમારે તેના બદલે તેને કંઈક આપવું જોઈએ કારણ કે જો તમે મીઠું લો છો, તો શનિદેવ ગુસ્સે થઈ જાય છે અને તમારા પર વિપરીત અસર આપની ધનની સ્થિતિ પર પડે છે.