Site icon Revoi.in

ફેફસાંને સ્વસ્થ રાખવા માટે આ વસ્તુઓનું ન કરો સેવન

Social Share

કોરોનાના કાળમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા તે દરેક લોકોની જવાબદારી તથા મજબૂરી પણ બની છે. કોરોના વાયરસ સિવાય  અન્ય બીમારીઓ પણ છે જે શરીરમાં સીધા ફેફસાને અસર કરે છે.તો આવા સમયે ફેફસાને સ્વસ્થ રાખવા આ પ્રકારે ધ્યાન રાખો.

આલ્કોહોલનું સેવન વધારે માત્રમાં ન કરો. તે લીવર અને લંગ્સને નુકસાન પહોંચાડે છે. તેમાં સલ્ફાઇડ હોય છે. આને કારણે અસ્થમાની સમસ્યા થઈ શકે છે.

મીઠાનું વધુ પ્રમાણમાં સેવન ન કરો. તે લંગ્સ માટે જોખમી સાબિત થઈ શકે છે. હાઈ સોડિયમ અસ્થમાના ચિહ્નોનું કારણ બને છે.

ફાસ્ટ ફૂડનું વધુ સેવન કરવું ખતરનાક સાબિત થઇ શકે છે.તેનાથી  બેડ કોલેસ્ટ્રોલ, અનહેલ્ધી ફેટ અને હાર્ટ સબંધી સમસ્યા થઈ શકે છે. વધતા મેદસ્વીપણાને કારણે ફેફસાની ખરાબ અસર પડે છે.

પેટમાં ગેસની સમસ્યાથી પણ ફેફસાં પર ખરાબ અસર પડે છે. કોબી અને બ્રોકોલીમાં પોષક તત્વોની માત્રા વધુ હોય છે. પરંતુ તે એસિડિટી અને બ્લોટિંગનું કારણ બની શકે છે. તેથી,તેનું વધારે સેવન ન કરવું જોઈએ.

સોફ્ટ ડ્રિંક્સનું સેવન વધુ ન કરો. તેમાં સુગરની માત્રા વધારે હોય છે. જેની લંગ્સ પર ખરાબ અસર પડે છે. આનાથી તમને બ્રોન્કાઇટિસની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.