માઘ પૂર્ણિમા પર કરશો નહીં આ ત્રણ કામ, નહીંતર થશે ધનની હાનિ
Magh Purnima: હિંદુ ધર્મમાં માઘ પૂર્ણિમા તિથિ માતા લક્ષ્મીને સમર્પિત છે. આજે છે માઘ મહીનાની પૂર્ણિમા, જે ધાર્મિક દ્રષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે અદભૂત સંયોગ બની રહ્યો છે, જેના કારણે માઘ પૂર્ણિમા ખાસ માનવામાં આવે છે. માઘ પૂર્ણિમા પર પુરા વિધિવિધાનથી માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુની ઉપાસના કરવાથી આર્થિક પરેશાનીઓમાંથી રાહત મળે છે. માઘ પૂર્ણિમા પર કરવામાં આવેલી કેટલીક ભૂલો પોતાની કિસ્મતને પલટી શકે છે. માટે આવો જાણીએ, માઘ પૂર્ણિમાના દિવસે શું ન કરવું જોઈએ..
દૂધ-ચાંદીનું દાન ન કરવું જોઈએ-
માઘ પૂર્ણિમાના દિવસે દૂધ અને ચાંદીના દાનથી બચવું જોઈએ. માન્યતા છે કે આ દિવસે દૂધ અને ચાંદીના દાનથી ચંદ્ર દોષ લાગી શકે છે અને આર્થિક સ્થિતિ પણ પ્રભાવિત થાય છે.
ઘરમાં અંધારુ ન હોવું જોઈએ-
માઘ પૂર્ણિમાના દિવસે ઘરમાં અંધારુ ન હોવું જોઈએ. એવું કહેવાય છે કે ઘરમાં અંધારુ હોવાથી લક્ષ્મી માતા નિવાસ કરતા નથી. માટે ધ્યાન રાખવું કે માઘ પૂર્ણિમાના દિવસે ઘરના કોઈપણ ખૂણામાં અંધારુ ન રહે.
તામસિક ખોરાક ગ્રહણ ન કરવો-
માઘ પૂર્ણિમાના દિવસે માતા લક્ષ્મીના આશિર્વાદ મેળવવા માટે તામસિક ભોજનનું સેવન ન કરો. આ દિવસે માંસ-મદિરાના સેવનથી માતા લક્ષ્મી કુપિત થઈ શકે છે.
ફાટેલા જૂના કપડાં ન પહેરવા જોઈએ-
માઘ પૂર્ણિમાના દિવસે ફાટેલા-જૂના અથવા કાળા રંગના કપડા પહેરવા ન જોઈએ. પૂર્ણિમા તિથિ માતા લક્ષ્મીને સમર્પિત છે. માટે આ દિવસે ફાટેલા-તૂટેલા અવા કાળા રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવતું નથી. માતા લક્ષ્મીના આશિર્વાદ મેળવવા માટે તમારે ગુલાબી અથવા લાલ રંગના કપડા પહેરવા જોઈએ.
(ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે એ દાવો કરતા નથી કે આ સંપૂર્ણપણે સત્ય અને ચોક્કસ છે. વિસ્તૃત અને વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો. )