Site icon Revoi.in

વર્કઆઉટથી પહેલા ભૂલથી પણ ના કરો આ કામ, બગડશે હેલ્થ

Social Share
વર્કઆઉટ પહેલા વર્કઆઉટ પછી ઘણા લોકો ભૂલો કરી બેસે છે જે પાછળથી પરિણામ ભોગવવા પડે છે. સારા સ્વાસ્થ્ય માટે વર્કઆઉટ અને એક્સરસાઈઝ કરવી સારી વાત છે. દરરોજ સવારના સમયે વર્ક આઉટ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને કેટલીક બીમારીઓ દૂર રહે છે. પણ વર્કઆઉટ કર્યા પછી અને વર્કઆઉટ કરતા પહેલા કેટલાક લોકો ઘણીવાર એવી ભૂલો કરી બેસે છે જેના કારણે તેમને પાછળથી પરિણામ ભોગવવા પડે છે.
વર્કઆઉટ કરતા પહેલા તમારે ક્યારેય ભારે ભોજન ના ખાવું જોઈએ. તેના લીધે તમે ઈજાનો શિકાર પણ બની શકો છો. વર્કઆઉટ કરતા પહેલા વધારે કેફીનનું સેવન ના કરવું જોઈએ. કેટલાક લોકો ચા-કોફી પીધા પછી વર્કઆઉટ પર જાય છે જે ખોટું છે. જો તમે વધુ પડતું કેફીન પીધા પછી વર્કઆઉટ કરશો તો તમારા હાર્ટ રેટ વધી જશે અને ડીહાઈડ્રેશન પણ થઈ શકે છે.
જો તમે વોર્મ અપ કર્યા વિના વર્કઆઉટ કરો છો, તો પણ તમારા સ્નાયુઓને ઈજા થઈ શકે છે. તેથી, વર્કઆઉટ પહેલાં ટૂંકા વોર્મ-અપ કરવું આવશ્યક છે. તેનાથી તમારું પર્ફોર્મન્સ સુધરશે અને શરીરને શક્તિ મળશે. પાણી પીધા વગર વર્કઆઉટ ના કરવું જોઈએ. પાણી પીધા પછી તરત જ વર્કઆઉટ ના કરો, પરંતુ પાણી પીધાના અડધા કલાક પછી વર્કઆઉટ કરવું જોઈએ. આનાથી તમારું શરીર પાણીની ઉણપનો શિકાર નહીં બને.