ચિયા સીડ ખાધા પછી પાણી ના પીવુ જોઈએ, થઈ શકે છે આરોગ્યને અસર
ચિયા સીડ્સ ખાલી પેટે ખાવાથી ઘણા પ્રકારના નુકશાન થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, તેથી તેને ખાલી પેટ ખાવાથી કબજિયાત, બળતરા અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. તેથી, જ્યારે પણ ખાઓ, ઓછી માત્રામાં ખાઓ. કારણ કે એક સમયે વધારે ખાવાથી ગળામાં ફસાઈ શકે છે.
ચિયા સીડ્સ પોતાનામાં ઘણું પાણી શોષી લે છે. ચિયા સીડ્સ ખાતી વખતે વધારે પાણી પીવું ખૂબ જ જરૂરી છે, જેનાથી ડિહાઇડ્રેશનનું જોખમ ઘટે છે. ગળામાં ફસાઈ ના જાય તે માટે પાણી પીવું જોઈએ.
ચિયા સીડ્સ કેટલાક લોકોમાં એલર્જીનું કારણ બની શકે છે. તેનાથી શરીર પર રિએક્શન આવી શકે છે. જેમ કે ઉલ્ટી, સોજો, ખંજવાળ, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આમાંના કોઈપણ લક્ષણો તમારા શરીર પર દેખાય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ચિયાના સીડ્સથી બ્લડ શુગર લેવલ ઘટાડી શકાય છે, પણ હાઈપોગ્લાયકેમિઆ બ્લડમાં સુગર લેવલને વધારે છે. તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારા ડાયટમાં ચિયા સીડ્સને ચોક્કસ ઉમેરો.
ચિયાના સીડ્સમાં વધારે માત્રામાં ફેટ અને કેલરી હોય છે. તેથી, તેને ઓછી માત્રામાં જ ડાયટમાં સામેલ કરવું જોઈએ, નહીં તો તમારું વજન ઝડપથી વધારી શકે છે. તમે બ્લડ પાતળું કરવાની દવાઓ લઈ રહ્યા છો, તો તમારા આહારમાં ચિયાના સીડ્સનો સમાવેશ કરતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો. નહી તો તે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે.