રોટલીને જમ્યા બાદ તરત ન પીવો પાણી, આ આદત નોતરી શકે છે ભારે બીમારી
- જમ્યા પહેલા અને પછી આ બાબતોનું રાખો ધ્યાન
- રોટલી જમ્યા પછી તરત ન પીવો પાણી
- સામાન્ય ભૂલ કરે છે મોટું નુક્સાન
મોટા ભાગના લોકોને આદત હોય છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાની. આ પ્રકારની આદત વિશે જો વાત કરવામાં આવે તો જમ્યા પછી પાણી તરત પીવુ જોઈએ નહી. કારણ છે કે આપણું શરીર 75 ટકા પાણીથી બનેલું છે. તેથી દરરોજ 5 થી 7 લિટર પાણી પીવું જોઈએ. ખાધા પછી તરત જ પાણી પીવાથી તેની સીધી અસર આપણી પાચકશક્તિ પર પડે છે.
તબીબી વિજ્ઞાન આ બાબતે કહે છે કે જમીને તરત પાણીને પીવાથી પેટમાં હાજર પાચક ઉત્સેચકો યોગ્ય રીતે કામ કરતા નથી અને જેથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. ખોરાકમાં હાજર પ્રોટીન અને પોષક તત્વોને થોડા સમય એમ જ રાખવા જોઈએ. એટલે કે તેના પર પાણી કે કંઈ પીવું જોઈએ નહીં.
માત્ર આયુર્વેદ જ નહીં, તબીબી વિજ્ઞાન પણ માને છે કે ખોરાક ખાધા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. નહાવાથી તમારા શરીરનું તાપમાન ખૂબ ઓછું થાય છે, જે તમારા લોહીના પરિભ્રમણને અસર કરે છે.
ઘણા લોકોને ઘણી બધી સિગારેટ પીવાની ટેવ હોય છે. દરેક વ્યક્તિ જાણે છે કે સિગરેટ આપણા શરીર માટે હાનિકારક છે, પરંતુ શું તમે જાણો છો કે ખાધા પછી તરત જ સિગારેટ પીવાથી તમારા શરીરને 10 સિગારેટ પીવા બરાબર નુકસાન થાય છે.