Site icon Revoi.in

પ્લાસ્ટિકની બોટલમાં પાણી ન પીવું,આ રીતે કરે છે શરીરને નુક્સાન

Social Share

ભારતમાં મોટાભાગના લોકોને આદત હોય છે તે લોકો પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવે છે. પણ તે લોકોએ હવે તે વાતને જાણવી જરૂરી છે કે જો તે લોકો પાણીને પ્લાસ્ટિકની બોટલમાં જ રાખીને પીધા રાખશે તો તેમને કેટલીક મોટી અને ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

પ્લાસ્ટિક બનાવવામાં ઉપયોગમાં લેવાતા બિસ્ફેનોલ A, એટલે કે BPA ને કારણે મગજની કામગીરી પર અસર થાય છે. જેના કારણે વ્યક્તિની યાદશક્તિ અને સમજવાની શક્તિ નબળી પડવા લાગે છે. એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે પ્લાસ્ટિકની બોટલોમાં ઉપયોગમાં લેવાતા BPA પણ અલ્ઝાઈમરનું જોખમ વધારે છે.

પ્લાસ્ટિકમાં હાજર BPA અજાત બાળકના વિકાસને અસર કરે છે. એટલા માટે મહિલાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ગર્ભાવસ્થા દરમિયાન પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરે.

ભારતમાં ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની બોટલોના ઉત્પાદનમાં બાયફેનોલ Aનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી. બિસ્ફેનોલ A, એટલે કે BPA, એક રસાયણ છે જેનો ઉપયોગ બોટલ બનાવવામાં થાય છે અને તે તમામ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. પ્લાસ્ટિકની બોટલના સતત ઉપયોગને કારણે હાર્ટ પ્રોબ્લેમ, મગજને નુકસાન, ડાયાબિટીસ અને પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ્સ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, સારા સ્વાસ્થ્ય માટે, તમારે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાનું બંધ કરવું જરૂરી છે.

પ્લાસ્ટિકની બોટલોના ઉપયોગથી કેન્સર થઈ શકે છે. રિસર્ચ અનુસાર, જ્યારે ઉચ્ચ તાપમાન અથવા સૂર્યપ્રકાશને કારણે બોટલ ગરમ થાય છે, ત્યારે તેના પ્લાસ્ટિકમાંથી ડાયોક્સિનનો સ્ત્રાવ શરૂ થાય છે. આ ડાયોક્સિન આપણા શરીરમાં ભળે છે અને કોષોને નુકસાન પહોંચાડે છે. સ્ત્રીઓમાં તે સ્તન કેન્સરનું કારણ બને છે.