આ ડ્રાય ફ્રૂટ્સ જરૂરતથી વધારે ના ખાઓ, નહીં તો ફાયદાની જગ્યાએ નુકશાન થશે
વિચાર્યા વગર ખાવાનું ખાવાથી તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે. ડ્રાય ફ્ર્રૂટ્સ સાથે પણ કઈંક એવું જ છે. એક સીમિત માત્રામાં તેને ના ખાધા તો આ ફાયદો પહોંચાડવાની જગ્યાએ સ્વાસ્થ્ય પર હાનિકારક અસર નાખે છે.
બદામ– માટીનો સ્વાદ અને આસાનીથી ઉપલબ્ધ, બદામ હેલ્દી ફેટ, ફાઇબર અને પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. તે ઈમ્યૂનિટી સિસ્ટમમાં વધારો કરે છે અને દિવસભર ઊર્જાવાન રાખી શકે છે. પણ જો વધારે પડતું ખાવામાં આવે તો તેનાથી પેટ ખરાબ થઈ શકે છે.
પિસ્તા– પિસ્તા એ પ્લાંટ-બેસ્ડ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે પોષક તત્વોથી ભરપૂર છે. એક સંશોધન મુજબ, પિસ્તા તમને વજન ઘટાડવામાં અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે. પણ આને દરરોજ ઓછી માત્રામાં ખાવાની પણ સલાહ આપવામાં આવે છે.
અખરોટ– અખરોટ વિટામિન ઇથી ભરપૂર છે, મૂડને સારુ બનાવે છે. આ ઓમેગા-3 ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. પણ તેના ગરમ સ્વભાવને કારણે, ઉનાળાની ઋતુમાં તેનું સેવન સિમિત માત્રામાં કરવું જોઈએ.
મગફળી– પ્રોટીન અને હેલ્દી ફેટથી ભરપૂર, મગફળીને શેકેલા, મીઠું ચડાવેલા કે કાચા રૂપે ખાઈ શકાય છે. તેમાં વેજિટેબલ પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને તે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવવામાં મદદ કરે છે. પણ તેમાં તેલ હોવાથી સીમિત માત્રામાં મગફળી ખાવાની સલાહ આપવામાં આવે છે જેથી એસિડિટીની સમસ્યા ન થાય.
હેઝલનટ્સ– હેઝલનટ અન્ય પ્રકારના નટ્સ કરતાં ઓછું ધ્યાન મેળવે છે. હેઝલનટ તંદુરસ્ત ચરબી, પ્રોટીન અને પોષક તત્વોથી ભરપૂર છે. દરરોજ 6 થી 8 હેઝલ નટ્સ ખાવાથી સ્વસ્થ રહી શકાય છે.