ઘણા લોકોને દૂધી ભાવતી નથી,પરંતુ શરીર માટે ખાવી પડે છે. પરંતુ તમે દૂધીને અલગ-અલગ રીતે ખાઈ શકો છો જેમ કે દૂધીનું શાક અથવા દૂધીનુ જ્યુસ અથવા દૂધીના પકોડા, દૂધીના કોફતા વગેરે. દૂધીના એવા ઘણા ગુણો છે જે ગંભીર રોગોમાં દવાનું કામ કરે છે. બહારથી લીલી અને અંદરથી સફેદ દેખાતી દૂધીમાં 96 ટકા પાણી હોય છે.
દૂધી ખૂબ જ ફાયદાકારક છે. તે વાળ, ત્વચા અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. દૂધી એક ફાયદાકારક શાક છે, જેનું સેવન કરવાથી તમે અનેક પ્રકારની બીમારીઓથી રાહત મેળવી શકો છો. આજે અમે તમને જણાવીશું કે દૂધીનુ સેવન કર્યા પછી આ 2 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી જોઈએ નહીં તો તે તમારા પેટમાં ઝેર બનાવી દેશે.
દૂધી અને કારેલાને એકસાથે ન ખાવા જોઈએ. જો તમે દૂધી અને કારેલાનું એકસાથે સેવન કરશો તો તે તમારા પેટમાં ઝેર બની જશે. તેનાથી તમને ઉલ્ટી થશે. આ ઉપરાંત તમારા નાકમાંથી લોહી નીકળી શકે છે. દૂધીનું શાક ખાધા પછી બીટ ન ખાવું જોઈએ. જો આપણે આ બંનેનું એકસાથે સેવન કરીએ તો આપણા ચહેરા પર ઘણા પિમ્પલ્સ દેખાવા લાગે છે. આ સાથે તે પેટને પણ નુકસાન પહોંચાડે છે.