- ઘનતેરસ પણ ખાલી વાસણો સાથે ઘરમાં ન પ્રવેશો
- સાથે કેટલીક વસ્તુઓ રાખવી શુભ મનાઈ છે
આજે દેશભરમાં ધનતેરસનો પ્રવ મનાવવામાં આવી રહ્યો છે જ્યારે આજના દિવસે સોનું, ચાંદી અથવા વાસણો ખરીદીને ઘરે લાવવાની પરંપરા છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસે ક્યારેય પણ ઘરમાં ખાલી હાથ ન જવું જોઈએ.
તમે ધનતેરસ પર વાસણો અથવા સોના-ચાંદીના સિક્કા લઈ રહ્યા છો.ખાલી વાસણો, સિક્કા લઈને ઘરમાં પ્રવેશવું અશુભ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે ઘરમાં પ્રવેશ કરતી વખતે કઈ ત્રણ વસ્તુઓ રાખવી ખૂબ જ જરૂરી છે.
જો તમે વાસણો ખરીદતા હોવ તો ધ્યાન રાખો કે ધનતેરસ પર એક નહીં પરંતુ બે વાસણો લેવા જોઈએ અને બંનેમાં પાણી, ગોળ જેવું કઈપણ સ્વિટ અથવા ચોખા ભરી લેવા જોઈએ. એક વાસણ ધનતેરસ માટે ખરીદવામાં આવે છે અને બીજું દિવાળી પર લક્ષ્મી-ગણેશની પૂજા માટે લેવું જોઈએ. જો તમે આમાંથી કોઈ વસ્તુ ન રાખી શકતા હોવ તો તુલસી તેમાં જરૂર રાખો.
આ સાથે જ ધનતેરસના દિવસે જો તમે ખરીદી કર્યા પછી ઘરમાં પ્રવેશતી વખતે સાત પ્રકારના અનાજ તમારી સાથે લાવો છો તો તમારા ઘરમાં ક્યારેય અન્ન, ધન અને સૌભાગ્યની કમી નથી આવતી. આ સાત અનાજમાં તમારે જવ, સફેદ તલ, ડાંગર, ઘઉં, કાળા ચણા, મગ અથવા મસૂર, ચણા અને ચોખાનો સમાવેશ કરવો જોઈએ.