ઉનાળાના પ્રારંભ સાથે પાણીની તરસ પણ વધારે લાગે છે. બીજી તરફ ઉનાળાના ગરમીના દિવસોમાં હવે મોટાભાગના લોકો ફ્રીઝની જગ્યાએ માટીના માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. ત્યારે માટલામાંથી પાણી પીતી વખતે અજાણતા થયેલી ભૂલો પણ મોટી સમસ્યાને આમંત્રણ આપી શકે છે.
• માટલાનું પાણી પીતા સમયે ના કરો આ ભૂલો
પાણી નિકાળવા માટે હેન્ડલવાળા વાસણનો ઉપયોગ ના કરો– ઘણી વાર લોકો માટલામાંથી પાણી કાઢવા માટે ગ્લાસ કે બીજુ કોઈ વાસણનો ઉપયોગ કરવાનું ચાલુ કરે છે. પણ એવું બિલકુલ ના કરો.આ કરતા કેટલીકવાર હાથ કે નખમાં જમા ગંદકી પાણીને ગંદુ અને દૂષિત કરી શકે છે. જેના લીધે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
વાસણમાં દરરોજ નવું પાણી ભરો– ઘણીવાર લોકો માટલામાંથી પાણી પીવે છે તે પાણી ઓછું થતાં વધારે પાણી ભરે છે. પણ આવું કરવાથી બચવું જોઈએ. સ્વચ્છ પાણી માટે માટલાની દરરોજ સફાઈ પણ ખૂબ જરૂરી છે. દરરોજ સાફ કર્યા પછી વાસણને નવશેકા પાણીથી ભરવું જોઈએ. માટલામાં પાણી ઘણા દિવસો સુધી રહે તો તેમાં હાનિકારક બેક્ટેરિયા વધી શકે છે, જેનાથી પેટની સમસ્યા, ઈન્ફેક્શન અને ટાઈફોઈડ થઈ શકે છે.
માટલાની ફરતે લપેટેલા કપડાને રોજ ધોવો– ઉનાળામાં પાણીને લાંબા સમય સુધી ઠંડુ રાખવા માટે લોકો માટલાની ફરતે કપડું લપેટીને બારી પાસે રાખે છે. કપડાને રોજ સાફ કરવું ખૂબ જરૂરી છે. જો આમ ના કરો તો કપડામાં ગંદકી ભેગી થાય છે. જે ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન જેવી સમસ્યાઓનું કારણ બને છે. આવામાં ખાતરી કરો કે દરરોજ કપડાં સાફ કરો છો.
માટલાને ખુલ્લું ના છોડો– માટેલામાં પાણી સ્ટોર કરતી વખતે માટલાને ઢાંકીને રાખવાનું ખાસ ધ્યાન રાખો. તમે વાસણમાંથી પાણી પીવો ત્યારે ઢાંકવાનું ભૂલશો નહીં. આમ ના કરવાથી ધૂળ, ગંદકી અને જંતુઓ માટલામાં આવી શકે છે અને માટલાના પાણીને દૂષિત કરી શકે છે.