આપણે જાણીએ છીએ કે ગોળ સ્વાસ્થય માટે ખૂબ જ ગુણકારી છે, જો કે ગોળ સાથે શેકેલા ચણા કે દાળીયા મિક્સ કરીને ખાવામાં આવે તો તેનો ફાયદો બે ગણો થઈ જાય છે, હાલ ઠંડીની સિઝન શરુ થઈ ચૂકી છે,ગુલાબી ઠંડી મસમમાં જોવા મળી રહી છે આવી સ્થિતિમાં જો તમે તમારા ખોરાકમાં ગોળનો ઉપયોગ કરશો તો તે સિઝનલ શરદી,ખાસી અને ગળાની તકલિફમાં રાહત આપે છે, આ સાથે જ તેમાં ચણા મિક્સ કરીને ખાવાથી તમારી ઈમ્યૂનિટી વધે છે, આ હબન્ને નું સેવન કરવાથી દિવસ દરમિયાન તમને થાક પણ લાગતો નથી, આ બન્નેનું સેવન મહિલાઓ માટે ખાસ ઉત્તમ માનવામાં આવે છે.
જાણો ગોળ અને ચણાનું સેવન કરવું સ્ત્રીઓ માટે શા માટે ઉત્તમ ગણાય છે.
ગોળ અને શેકેલા ચણા પાચન પ્રક્રિયાને સરળ બનાવેછે. ગોળ શરીરના લોહીને શુદ્ધ કરે છે અને ચયાપચયને મટાડે છે. તેનાથી ગેસની સમસ્યા થતી નથી. જેમને ગેસની તકલીફ હોય છે, બપોરના ભોજન અથવા રાત્રિભોજન પછી, તેઓએ થોડો ગોળ અને ચણા ખાવા જોઈએ.
જમ્યા બાદ આપણા દેશના લોકો મીઠૂ ખાવાનું પસંદ કરે છે,જેમાં ગોળ સૌથી બેસ્ટ ઓપ્શન છે,પરંતુ ખાંડ બનાવતી વખતે તેમાં રહેલા તત્વો ઇરોન , પોટેશિયમ સલ્ફર, ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે નાશ પામે છે. પરંતુ ગોળ સાથે આવું થતું નથી. વિટામિન એ અને વિટામિન બી ગોળમાં પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
ગોળ અને ચણાથીને મોટો ફાયદો થાય છે. ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ ડજ ફાયદાકારક છે.કારણ કે ગોળ અને ચણામાં ઘણા પોષક તત્વો સમાયેલા છે જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રોજ ગોળ અને ચણા ખાવાથી મહિલાઓમાં એનિમિયા ઓછું થાય છે.
ગોળ અને ચણ મહિલાઓમાં એનિમિયા મટાડવાનો ગુણ હોય છે. મહિલાઓ માટે ગોળ અને ચણા એટલા માટે ગુણકારી છે કારણ કે તેમાં આયર્નની માત્રા ભરપુર છે. આ માટે જે મહિલાઓમાં એનિમિયા પૂરી કરે છે. જો તમે કાળા ચણાને રાત્રે પલાળી રાખો અને સવારે તે ખાશો તો તમને વધારે પ્રમાણમાં આયર્ન મળે છે.
ગોળ અને ચણ બંને એક સાથે ખાવાથી અનેક ફાયદા થાય છે. કારણ કે ચણામાં ચરબી ઘટાડતા તત્વો સમાયેલા હોય છે. જેઓ વજન ઘટાડે છે. આ સિવાય ચણામાં આયર્ન, વિટામિન-બી જેવા પોષક તત્વો હોય છે. જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.