Site icon Revoi.in

બાળકોને આ પ્રકારનું ખોરાક આપશો નહીં, તેમને થઈ શકે છે ગંભીર સમસ્યા

Social Share

બાળકો જ્યારે નાના હોય ત્યારે તેમને આદત હોય કે તેમને જે વસ્તુ આપવામાં આવે તેને ખાવાનું શરૂ કરી દેતા હોય છે. સમય જતા તેમના સમજ આવે છે અને પછી તે કેટલીક વસ્તુઓને જ ખાવાનું શરૂ કરે છે અને કેટલીક વસ્તુઓને અડતા પણ નથી. આવામાં વાત કરવામાં આવે બાળકોના સેન્સ વિશેની તો 10-15 વર્ષની ઉંમર સુધી બાળકને દરેક પ્રકારનું જમવાનું પસંદ આવે અને તે ક્યારેક તેના માટે સમસ્યા ઉભી કરી શકે છે.

જો વાત કરવામાં આવે આ ઉપરાંત બાળકોના સ્વાસ્થ્યની અથવા પિત્ત દોષના વધારાની તો તે બાળકોમાં ઘણી સમસ્યાઓનું કારણ બને છે. તેના વધારાને કારણે બાળકો ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવના બની જાય છે. આ ઉપરાંત યોગ્ય સમયે ખોરાક ન ખાવો, પાણીની ઉણપ, પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન અને કોક પીવું વગેરેથી બાળકોમાં પિત્તદોષ વધે છે.

તમારા બાળકને પણ પિત્તદોષની સમસ્યા છે કે તે જાણવું હોય તે તેના શરીરમાં તેના લક્ષણ ચેક કરો જેમ કે વારંવાર મોઢામાં ચાંદા પડી જવા, જાણકારોના કહેવા પ્રમાણે પિત્ત વધવાને કારણે બાળકોમાં ઘણી તકલીફો વધી જાય છે અને તેમાંથી એક મોઢામાં અલ્સર છે. વાસ્તવમાં પિત્ત વધવાથી પેટની ગરમી વધે છે અને તેના કારણે મોઢામાં ચાંદા પડી જાય છે.
આ ઉપરાંત બાળકોના પગમાં દુખાવો થવાનું મુખ્ય કારણ પિત્ત દોષ હોઈ શકે છે. વાસ્તવમાં, તે ખરેખર સ્નાયુમાં તાણ અને બળતરાનું કારણ બને છે અને બાળકો તેને સમજી શકતા નથી અને કહે છે કે પગમાં દુખાવો છે. મૂળભૂત રીતે તે ઉત્તેજિત પિત્ત દોષને કારણે હોઈ શકે છે.

જો કે ઉલ્લેખનીય છે કે આ માહિતી માત્ર માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવી છે આ બાબતે કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી, જો બાળકને કોઈ સમસ્યા સર્જાય તો તેને ડોક્ટર પાસે લઈ જવો જોઈએ.