જમ્યા પછી પેટમાં દુખવું,તેની અવગણના ન કરશો,હોઈ શકે ગંભીર સમસ્યાના સંકેત
કેટલાક લોકોને જમ્યા પછી પેટમાં દુખાવો થતો હોય છે. કેટલાક લોકો આ વાતને ગણકારતા પણ નથી અને કેટલાક લોકો સમય પર આ બાબતે ધ્યાન આપે છે તો તેમને રાહત પણ મળે છે. આવામાં જો વાત કરવામાં આ બીમારી વિશેની તો જમ્યા પછી પેટમાં દુખવું તે લીવરની બીમારીની તકલીફ પણ હોઈ શકે છે.
આ વિશે વધારે વાત કરવામાં આવે તો લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે. ખોરાક (Food ) પચાવવાથી લઈને શરીરમાં લોહીના કેમિકલ લેવલને નિયંત્રણમાં રાખવા સુધી પણ આ અંગ કામ કરે છે. લિવરમાં સહેજ પણ ખામીની અસર આખા શરીર પર દેખાવા લાગે છે. પરંતુ ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાનપાનને કારણે લીવરની બીમારીના કેસ સતત વધી રહ્યા છે. ફેટી, લીવર, લીવર સિરોસીસ જેવા રોગો એકદમ સામાન્ય બની ગયા છે. નાની ઉંમરે પણ લોકો આ બીમારીઓનો શિકાર બની રહ્યા છે.
જો જમ્યા પછી તરત જ પેટમાં દુખાવો થતો હોય અને વારંવાર મળ નીકળવાની ઈચ્છા થતી હોય તો આ પણ લીવરની બીમારીની નિશાની છે. તે સિરોસિસનું લક્ષણ પણ હોઈ શકે છે, સિરોસિસ લિવરનો ખતરનાક રોગ છે, જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો લિવર ફેલ પણ થઈ શકે છે. આ સિવાય જો આંખો કે નખ પીળા રહે છે તો આ પણ લીવરની બીમારીનો સંકેત છે. આ બધા લક્ષણોને જોતા તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ બાબતે બેદરકારી જીવલેણ બની શકે છે.
તબીબોનું કહેવું છે કે જો લીવરના રોગોને શોધી કાઢી તેની સારવાર વહેલી તકે કરવામાં આવે તો ગંભીર સ્થિતિને અટકાવી શકાય છે. વરિષ્ઠ ચિકિત્સક ડૉ. અજય કુમારે જણાવ્યું કે લીવરની બીમારીનું નિદાન આપણી પાચન પ્રક્રિયા અને ભૂખની પેટર્ન પરથી જાણી શકાય છે. કારણ કે લીવરની બીમારીને કારણે લેપ્ટિન અને ઘ્રેલિન હોર્મોનનું સંતુલન બગડવા લાગે છે. આ હોર્મોન્સ શરીરમાં ભૂખ માટે જવાબદાર છે. જો અચાનક ભૂખ ઓછી થવા લાગે અને ખોરાક પહેલા કરતા ઓછો થઈ જાય. તો સમજી લો કે આ અમુક લીવરની બીમારીનું પ્રારંભિક લક્ષણ છે.