ભગવાનની પૂજા કરો ત્યારે ન કરશો ભૂલ
આપણા ધર્મમાં આજે પણ લોકો ભગવાનની પૂજા કરવામાં બને એટલી વાતોનું ધ્યાન રાખતા હોય છે. કોઈ એવું ઈચ્છતું હોતુ નથી કે ભગવાનની પૂજામાં કોઈ કમી રહી જાય પણ ક્યારેક એવી ભૂલો પણ કરી બેસતા હોય છે કે જેના કારણે તેમની પ્રાર્થના અધુરી રહી જાય છે.
જો વાત કરીએ સૌથી પહેલી વાતની તો ભગવાન માટે કરવામાં આવતી પૂજામાં ક્યારેય અભિમાન કે ગૌરવ ન લેવું જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવી-દેવતાઓની પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું અભિમાન અને પ્રદર્શન કરવાથી તેનું ફળ મળતું નથી. ભગવાનની પૂજા હંમેશા એકાંતમાં અને શુદ્ધ મનથી કરવી જોઈએ.
આ ઉપરાંત હિન્દુ ધર્મમાં કોઈપણ દેવી-દેવતાની પૂજામાં આસનનું ખૂબ મહત્વ છે. ભગવાનની પૂજામાં હંમેશા દેવી-દેવતા અથવા નવગ્રહ સાથે જોડાયેલા રંગનું આસન હંમેશા વાપરવું જોઈએ. માનવામાં આવે છે કે આસન વગર જમીન પર બેસીને પૂજા કરનારને તેનું ફળ નથી મળતું. તેવી જ રીતે માથુ હંમેશા ઢાંકીને જ પૂજા કરવી જોઈએ.
ભગવાનની પૂજા કરતી વખતે વપરાયેલા અથવા વાસી ફૂલ ક્યારેય ન ચઢાવવા જોઈએ. દેવી-દેવતાઓની પૂજામાં હંમેશા ફ્રેશ ફૂલ ચઢાવવા જોઈએ. સાથે જ કોઈ પણ દેવી દેવતાઓ પૂજામાં એ પુષ્પોને ભૂલથી પણ ન ચઢાવવા જોઈએ તેને ચઢાવવાની મનાઈ હોય છે.
ઉલ્લેખનીય છે કે આ માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવેલો લેખ છે અને આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.