Site icon Revoi.in

હાઈવે પર ડ્રાઈવિંગ કરતી વખતે ના કરો આ ભૂલ, જીવલેણ સાબિત થઈ શકે છે આ ભૂલો

Social Share

હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન આપણે ટ્રાફિકના ટેન્શનથી તો દૂર રહીએ છીએ, પણ સ્પીડ અને ઓવરટેક વખતે થોડીક ભૂલો થઈ જાય છે. હાઈવે પર આ ભૂલો તમારી સાથે બીજા માટે પણ જીવલેણ સાબિત થાય છે. હાઈવે પર ડ્રાઈવિંગ દરમિયાન ધ્યાન રાખવું જોઈએ.

સ્પીડ
ઓવર સ્પીડમાં હંમેશા રિસ્ક રહે છે. હાઈવે પર એન્ટ્રી કરતા વખતે આનું વિશેષ ધ્યાન રાખો. જ્યારે તમે શહેર પછી હાઈવે પર એન્ટ્રી કરો છો તો ગાડીની સ્પીડ અચાનક ના વધારો. તમારૂં શરીર અચાનક સ્પીડની સાથે એડજસ્ટ કરવાની હાલાતમાં નથી હોતુ, જેનીથી અકસ્માતની સંભાવના વધી જાય છે.

વળાંક પર ના કરો ઓવરટેક
વળાંક પર ઓવરટેક કરવાથી બચો. કોશિશ કરો કે જ્યારે વળાંક પૂરો થઈ જાય, ત્યારે ઓવરટેક કરો. વળાંક પર ઓવરટેક કરતા સમયે તમે ઓવરસ્ટીયર પણ કરી શકો છો. જેનાથી કારનું કંટ્રોલ તમારા હાથથી છૂટી શકે છે. અને દુર્ઘટના ઘટી શકે છે.

નાઈટ ડ્રાઈવિંગમાં લો બીમ
રાતમાં હાઈ બીમ પર ગાડી ચલાવો, સામે વાળાને તમારી દૂરીનો અંદાજો લગાવવામાં મુશ્કેલી થઈ શકે છે. જો ડિવાઈડર નથી તો સંભવ છે સામે વાળો તમારી અને તમારી કારના વચ્ચેનું અંતરનો ખોટો અંદાજો લગાવશે, જેનાથી બંન્ને દુર્ઘટનાનો શિકાર થઈ શકો છો.

મોટા વાહનોથી દૂર રહો
ટ્રક અને બસ જેવા મોટા વાહનોથી યોગ્ય દૂરી રાખો. ઘણા ટ્રકમાં પાછળ બેરિયર હોય છે. જેના કારણે નાની ગાડીઓ અથડાઈને એક તરફ જાય છે. ઘણી વાર એવું થતુ નથી. આવી સ્થિતિમાં થઈ શકે છે કે તમારી કારમાં એર બેગ્સ ના ખુલે. ખરેખર, એરબેગના સેંસર્સ બોનેટમાં હોય છે અને વિંડસીલ્ડ હિટ થયા પછી તેના ના ખુલવાના આશંકા વધઈ જાય છે.