કેટલાક લોકોને આદત હોય છે કે જ્યારે પણ તેઓ પૂજા કરે ત્યારે પૂજાની સામાન સામગ્રીને જમીન પર મુકી દેતા હોય છે. પણ લોકોએ તે વાતને જાણવા જેવી છે કે પૂજાપાઠની સામગ્રીને જમીન પર મુકવી જોઈએ નહી કારણ કે તે ભગવાનના અપમાન બરાબર છે.
પૂજા દરમિયાન શંખ વગાડવો શુભ છે. મંદિરના ઘરમાં શંખ રાખવો શુભ માનવામાં આવે છે. શંખને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને તેનાથી આર્થિક સમૃદ્ધિ વધે છે. પરંતુ, પૂજા ઘરમાં શંખને ક્યારેય જમીન પર ન રાખવો જોઈએ. આના કારણે માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને જીવનમાં આર્થિક સંકટ આવી શકે છે.
ભગવાનની મૂર્તિની સ્થાપના કરતી વખતે ધ્યાન રાખો કે તે જગ્યા એકદમ સ્વચ્છ હોવી જોઈએ. ભગવાનની મૂર્તિને ક્યારેય જમીન પર ન રાખવી જોઈએ. તેને ચોકી અથવા સ્વચ્છ કપડા અથવા પૂજા થાળીમાં જ રાખવો જોઈએ. જમીન પર મૂર્તિ રાખવી એ ભગવાનનું અપમાન માનવામાં આવે છે, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિની ખોટ થઈ શકે છે.