પેટના ઉપરના ભાગમાં થતા દુખાવાને હલ્કામાં ના લેશો, ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે
પેટમાં અલ્સરની સમસ્યા ત્યારે થાય છે જ્યારે ખોરાકને પચાવવાનો રસ ધીરે-ધીરે પેટની પરતને નુકશાન પહોંચાડે છે. જો તેની સમયસર સારવાર ના થાય તો ફ્યુચરમાં આ સમસ્યા ગંભીર બની શકે છે.
અલ્સર એક પ્રકારનો ઘા હોય છે જે શરીરના બીજા હિસ્સાને પણ અસર કરી શકે છે. પેટમાં અલ્સર હોવું સામાન્ય છે, તેને પેપ્ટીક અલ્સર પણ કહેવાય છે.
પેપ્ટીક અલ્સર ખાવાની નળી, આંતરડા કે પેટની દીવાલ પર પણ થઈ શકે છે. જો તમારા પેટમાં અલ્સર છે તો તેને પેટના ઉપરવાળઆ હિસ્સમાં તેજ દુખાવો થઈ શકે છે. સાથે જ અપચો અને જલનની સમસ્યા પણ થઈ શકે છે.
અલ્સર વધારે ગંભીર નથી પણ જો તેની સમયસર સારવાર ના કરવામાં આવે તો તે કેન્સમાં ફેરવાઈ શકે છે.
એનસીબીમાં એક પબ્લિશ એક સ્ટડી મુજબ એલોવેરામાં એન્ટી-ઈંફ્લેમેટરી ગુણ હોય છે. જે અલ્સરને રોકવામાં ફાયદાકારક હોય છે. જો તમને પેટમાં અલ્રની સમસ્યા છે તો એલોવેરાનો જ્યૂસ જરૂર પીવો.
પ્રોબાયોટિક પેટ માટે ખૂબ સારું છે. આ ખાવાથી પેટ ઠંડુ રહે છે. સાથે જ પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા પણ ધીમે ધીમે ઓછા થાય છે. અલ્સરમાં દહીંનું સેવન કરવું જોઈએ.
હળદરમાં કરક્યૂમિન હોય છે જે અલ્સરના દર્દીએ જરૂર ખાવું જોઈએ. તેમાં હાજર એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ અલ્સરના ઘાને મટાડે છે.