- કોરોનાથી સ્વસ્થ થયા બાદ તરત ન લો વેક્સિન
- 2થી 4 અઠવાડિયા પછી લેવી જોઈએ વેક્સિન
- તરત વેક્સિન લેવાથી ફાયદો ન થવાની સંભાવના
દિલ્લી: કોરોનાવાયરસનું સંક્રમણ હાલ જે રીતે દેશમાં ફેલાઈ રહ્યુ છે તે તમામ લોકો માટે ‘વોર્નિંગ બેલ’ બરાબર છે. સરકાર દ્વારા તો લોકોને યુદ્ધના ધોરણે વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે લોકોએ પણ ધ્યાન રાખવુ જોઈએ, કે તેમણે કોરોનાના સંક્રમણથી સ્વસ્થ થઈને તરત જ વેક્સિન લેવી જોઈએ નહી.
કોરોનાવાયરસના સંક્રમણને લઈને થયેલા અભ્યાસથી જાણવા મળ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિ કોરોનાવાયરસથી સંક્રમિત થાય તો તેના શરીરમાં નેચરલ ઈમ્યુનિટી બની જાય છે જે 90થી 100 દિવસ સુધી બનેલી રહે છે. તમામ લોકોમાં આ ઈમ્યુનિટી અલગ અલગ પ્રકારે હોય છે તેથી કોરોનાના સંક્રમણથી સ્વસ્થ થયેલા દર્દીઓએ પણ વેક્સિન લેવી જોઈએ પણ રિકવર થઈ ગયાના 2થી 4 અઠવાડિયા પછી.
આ પાછળનું કારણ એ છે કે કોરોનાવાયરસથી સંક્રમિત થયા બાદ અને સ્વસ્થ થયા પછી પણ તમારા શરીરમાં વાયરસ વિરુદ્ધ નેચરલ ઈમ્યુનિટી રહેલી હોય છે. આવામાં વેક્સિનથી મળનારી ઈમ્યુનિટી વધારે અસરકારક રહેતી નથી. જ્યારે નેચરલ ઈમ્યુનિટી ઓછી થઈ જાય ત્યારે વેક્સિન લેવી વધારે યોગ્ય બની જાય છે.
ઉલ્લેખનીય વાત છે કે પહેલો ડોઝ લીધા પછી પણ જો કોઈ સંક્રમિત થાય છે તો પણ તેણે બીજો ડોઝ સંપુર્ણ રીતે સ્વસ્થ થયાના 2થી 4 અઠવાડિયા પછી લેવો જોઈએ. જાણકારો પણ કહે છે કે ઈમ્યુનિટીને વધારે બનાવી રાખવા માટે વેક્સિન એ શ્રેષ્ઠ રસ્તો છે.
કોરોનાવાયરસની બીજી લહેરમાં જ લોકો આ પ્રકારે ચીંતીત થયા છે અને બીજી તરફ લોકો કોરોનાવાયરસની ત્રીજી લહેર વિશે પણ વાતો કરી રહ્યા છે. જો કોરોનાવાયરસની ત્રીજી લહેરથી બચવુ હોય તો તેનો એક જ રસ્તો છે અને તે છે સતર્કતા.
જો બેદરકારી દાખવવામાં ન આવે અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે તો કેટલાક લોકોના જીવ પણ બચી શકે છે અને કોરોનાની ત્રીજી લહેરથી પણ.