Site icon Revoi.in

ન કામની પ્લાસ્ટિકની બોટલનો આ રીતે કરો ઉપયોગ,ઘરની સુંદરતામાં કરશે વધારો

Social Share

ઘરમાં DIY બગીચો બનાવવો અને તેણી કાળજી રાખવી, એ અત્યાર સુધીનો સૌથી સંતોષકારક શોખ છે અને તે પણ ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રીનો ફરીથી ઉપયોગ કરીને તમારી આજુબાજુ પડેલી નકામી પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરવાની ઘણી રીતો છે. વર્ટિકલ ગાર્ડન બનાવવા માટે તેમને પ્લાન્ટર્સમાં રૂપાંતરિત કરવું એ એક સસ્તો અને ઈકો-ફ્રેન્ડલી વિચાર છે. જેનાથી તમારા પૈસા અને સમય પણ બચે છે અને પર્યાવરણની પણ જાળવણી થાય છે.

આંડુ પ્લાન્ટર બનાવવાની આ સૌથી સહેલી અને આકર્ષક રીત છે. બોટલને આડી રાખો અને તેને વચ્ચેથી એવી રીતે કાપો કે આપણે પોટિંગ મિક્સ અને છોડ સરળતાથી દાખલ કરી શકીએ. પછી તેની આસપાસ ચાર છિદ્રો બનાવો, જેથી તેને ગમે ત્યાં લટકાવી શકાય. આ પ્રકારના પ્લાન્ટરમાં જડીબુટ્ટીઓ અને ફૂલો ઉગાડી શકાય છે.

ઘરની અંદર એક સુંદર અને લીલોછમ બગીચો બનાવવા માટે તમે આ તમામ DIYને અજમાવી શકો છો. એકવાર પ્લાન્ટર બની ગયા પછી તમે ઈચ્છો તો તેના પર પેઈન્ટિંગ કરીને રંગબેરંગી સુશોભન પણ બનાવી શકો છો. જો કે તેમને નિયમિતપણે પાણી આપવાનું ભૂલશો નહીં.

કટ-ધ-બોટમ પ્લાન્ટર – આમાં એક કે બે લિટરની બોટલો લો અને તેને ઊંધી કરીને નીચેના ભાગને કાળજીપૂર્વક કાપો. પ્લાન્ટર બનાવવા માટે ઢાંકણમાં ત્રણ કે ચાર છિદ્રો પાડી દો. દોરડા વડે આ બોટલ તમે પાઈપ સાથે કે હૂંક સાથે બાંધી શકો છો. બે લિટરની બોટલમાં કેપ્સિકમ, ટામેટા, રીંગણ અને મરચાં જેવા છોડ સરળતાથી ઉગાડી શકાય છે.