Site icon Revoi.in

રાતના સમયમાં પગમાં મોજા પહેરીને સુવાથી આ પ્રકારે થાય છે નુક્સાન, જાણો

Social Share

કેટલાક લોકોને આદત હોય છે કે તેઓ રાતના સમયે પગમાં મોજા પહેરીને સુતા હોય છે. કેટલાક લોકો દ્વારા શિયાળાની ઠંડીના કારણે પગમાં મોજા પહેરીને સુવામાં આવે છે પણ આ લોકોને પોતાની આ આદતથી થતા નુક્સાન વિશે ખબર હશે નહી.

સૌથી પહેલા તો જો રાતે મોજા પહેરીને સુવો તો ક્યારેક શરીરનું તાપમાન ક્યારેક જરૂર કરતા વધારે વધી જાય અને આ કારણે બેચેની થાય એમ પણ બને. લોકોને લાગે છે કે સુતા સમયે મોજા પહેરવાથી તેને શરીરમાં ગમાહટ રહેશે પણ રાત્રે સુતી વખતે મોજા પહેરવાની ભુલ ન કરશો.

આ ઉપરાંત એવું કહેવાય છે કે જો રાત્રે સૂતી વખતે ચુસ્ત કે ફિટ મોજા પહેરવામાં આવે તો તે તળિયા અને પગ વચ્ચેના લોહીના પરિભ્રમણને અસર કરે છે. આ દરમિયાન તમને કળતર અથવા દબાણનો અનુભવ થઈ શકે છે. રિપોર્ટ્સ અનુસાર, તેનાથી પગમાં અકડામણ પણ આવી શકે છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે ઘણી વખત લોકો મોજા પહેરી બહાર જાય છે ઘણુ બધુ ફરીયા પછી જ્યારે ઘરે આવે છે ત્યારે મોજા કાઢવાનું ભુલી જાય છે, જ્યારે તમે બહારથી આવો છો ત્યારે બહારની ગંદગી અને ધુળ પણ સાથે લાવો છો. સતત મોજા પહેરી રાખવાથી આ ગંદગી તમને નુકસાન પહોચાડી શકે છે.