ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવે છે આવું તો સાંભળ્યું હશે, પણ સનસ્ક્રીન ટેબ્લેટ લેવાથી તમે તમારી ત્વચાને સૂર્યના ખતરનાક કિરણોથી બચાવી શકો છો. આ સાંભળીને તમને થોડીવાર માટે હેરાન થશો. ઘણા રિસર્ચર અને ડોકટરોના મતે, સૂર્યના કિરણોથી સુરક્ષા માટે માત્ર સનસ્ક્રીન ગોળીઓ લેવી યોગ્ય નથી. આ સિવાય તમારે સનસ્ક્રીન પણ લગાવવું પડશે.
પોલીપોડિયમ લ્યુકોટોમોસ સનસ્ક્રીન ટેબ્લેટ્સમાં એવા ઘણા તત્વો હોય છે જે શરીરમાં પ્રવેશ કરે તો નુકસાન પહોંચાડી શકે છે. જે યુવી ડેમેજ સામે શરીરની ઈન્યુનિટીમાં વધારો કરે છે તેવું માનવામાં આવે છે. જો તમે સનસ્ક્રીન ગોળીઓ લઈ રહ્યા છો, તો તેની સાથે તમારે તમારી ક્રીમ, કપડાં અને ડાયટનું ખાસ ધ્યાન રાખવું પડશે.
સનસ્ક્રીન ટેબ્લેટ ચહેરા માટે સારી માનવામાં આવતી નથી. તે ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે તે ઓક્સિડેશનને ટ્રિગર કરી શકે છે. તે ડીએનએ અને પ્રોટીનને પણ નુકસાન પહોંચાડી શકે છે. સનસ્ક્રીન ગોળીઓ લેવાથી તમારા શરીર પર ખરાબ અસર પડી શકે છે. આટલું જ નહીં, તેનાથી વૃદ્ધત્વ, ચહેરા પર સોજો અને ત્વચાના કેન્સરનું જોખમ પણ વધી જાય છે.